ગોવિંદાથી અલગ રહે છે પત્ની સુનિતા? કહ્યું- ઘણા લોકો અમારો સંબંધ તોડાવવા માંગે છે
Image Source: Twitter
Sunita Ahuja On Not Living With Govinda: ગોવિંદાની પત્ની સુનિતા આહુજા પોતાના નિવેદનોને લઈને ખૂબ ચર્ચામાં રહે છે. થોડા દિવસો પહેલા જ સુનિતાએ કહ્યું હતું કે, હું અને ગોવિંદા અલગ-અલગ રહીએ છીએ. હું મારી દીકરી અને દીકરા સાથે અલગ રહું છું અને ગોવિંદા અલગ રહે છે. સુનિતાનું આ સ્ટેટમેન્ટ સાંભળીને બધા ચોંકી ગયા હતા. બધાને એવું લાગ્યું તે તે બંનેની વચ્ચે કંઈક ગડબડ ચાલી રહી છે. જોકે, હવે સુનિતાએ આ સ્ટેટમેન્ટને લઈને સ્પષ્ટતા આપી છે.
ઘણા લોકો અમારું ઘર તોડવા માગે છે
એક ઈન્ટરવ્યૂમાં સુનિતાએ કહ્યું કે, કોઈ અમને અલગ ન કરી શકે. હું તેમની સાથે ખૂબ મસ્તી કરું છું. એવા ઘણા લોકો છે જે અમારો સબંધ તોડાવવા માગે છે. પરંતુ હું કોઈને અમારું ઘર નહીં તોડવા દઈશ. હું જીતીશ કારણ કે, મારા બાબા મારી સાથે છે.
પોતાના 'આદમી'નું ધ્યાન રાખો
સુનિતાએ આગળ કહ્યું કે, 'પોતાના આદમી (પતિ)ઓનું ધ્યાન રાખો. આદમી ક્રિકેટની જેમ છે, ક્યારેક સારા તો ક્યારેક ખરાબ. મેં હંમેશા મહિલાઓને કહ્યું છે કે, પોતાના આદમીનો હાથ પકડી રાખો. જો તમે તેમને પકડી ન શકો તો તેમને મારો.'
આ પણ વાંચો: છત્તીસગઢમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે ફરી અથડામણ, આઠ માઓવાદી ઠાર
સુનિતા મોટા ભાગે સાંઈ બાબાના મંદિરમાં દર્શન કરવા માટે જાય છે. તેણે કહ્યું કે, 'હું આ વખતે સ્પેશિયલી એટલા માટે આવી છું કારણ કે, મારો દીકરો લોન્ચ થઈ રહ્યો છે. હું યશવર્ધન માટે પ્રાર્થના કરી રહી છું. હું ઈચ્છું છું કે તે પોતાના પિતા કરતા પણ વધુ કમાણી કરે. યશ બાબિલ ખાન સાથે ફિલ્મ કરી રહ્યો છે. હું ખૂબ પ્રાર્થના કરી રહી છું, જેથી યશનું મોટું નામ બને.'