Get The App

સુનીલ શેટ્ટીના પુત્ર અહાનનું તાનિયા શ્રોફ સાથેના 11 વરસના સંબંધો પછી બ્રેકઅપ

Updated: Dec 23rd, 2023


Google NewsGoogle News
સુનીલ શેટ્ટીના પુત્ર અહાનનું તાનિયા શ્રોફ સાથેના 11 વરસના સંબંધો પછી બ્રેકઅપ 1 - image


- શાળામાં ભણતા હતા ત્યારે જ બન્ને પ્રેમમાં પડયા હતા

મુંબઇ: સુનીલ શેટ્ટીના પુત્ર અહાનના બ્રેકઅપની હાલ ચર્ચા થઇ રહી છે. મીડિયા રિપોર્ટસના અનુસાર, અહાન અને તાનિયા શ્રોફના ૧૧ વરસના સંબંધોનો અંત આવી ગયો છે. કહેવાય છે કે, તેઓ જલદી જ લગ્ન કરવાના હતા તેવામાં બ્રેકઅપના સમાચારથી લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. જોક અહાન અને તાનિયાએ આ વિશે એક હરફ પણ ઉચાર્યો નથી. 

સોશયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, અહાન અને તાનિયા હવે છુટા પડી ગયા છે. કહેવાય છે કે, આ યુગલ લગભગ દોઢ મહિના પહેલા જ છુટુ પડી ગયું છે. તેઓ ૧૧ વરસથી એકહીજાને ડેટ કરી રહ્યા હતા. તેઓ એક જ શાળામાં ભણતા હતા અને નાનપણથી જ ગાઢ મિત્રો હતા. અહાન સાથે તાનિયા પણ પાર્ટીઓમાં જોવા મળતી હતી. પરંતુ થોડા દિવસોથી બન્ને સાથે જોવા મળ્યા નહોતા. તેવામાં તેમના બ્રેકઅપના સમાચાર આવી ગયા.

અહાન અને તાનિયાના એક કોમને ફ્રેન્ડે જણાવ્યુ ંહતું કે, તેમના ૧૧ વરસના સંબંધોનો અંત આવી ગયો છે. ગયા મહીને જ તેમનું બ્રેકઅપ થઇ ગયું છે. હાલ બન્ને સિંગલ છે, અને જીવનમાં આગળ વધવાના પ્રયાસ કરી રહ્યા છે. તેમના બ્રેકઅપનું કારણ તેઓ જ સારી રીત ેજાણે છે. 

આથિયા શેટ્ટીના લગ્ન પછી તાનિયાએ સોશયલ મીડિયા પર તસવીરો શેર કરી હતી. જોકે અચાનક જ  તાનિયાએ એ પોસ્ટ ડિલીટ કરી નાખી છે. 



Google NewsGoogle News