Get The App

આથિયા પણ ટૂંક સમયમાં માતા બને તેવો સુનિલ શેટ્ટીનો સંકેત

Updated: Apr 2nd, 2024


Google News
Google News
આથિયા પણ ટૂંક સમયમાં માતા બને તેવો સુનિલ શેટ્ટીનો સંકેત 1 - image


- નાનાની જેમ ચાલતો આવીશ તેવું નિવેદન

- આથિયા શેટ્ટી કે કે. એલ. રાહુલ તરફથી કોઈ અધિકૃત ઘોષણા થઈ નથી

મુંબઇ : અભિનેત્રી આથિયા શેટ્ટી પણ ટૂંક સમયમાં માતા બને તેવી સંભાવના છે. તેના પિતા અને એક્ટર સુનિલ શેટ્ટીના એક વિધાન પરથી આ અંગેની અટકળો વ્યક્ત થઈ રહી છે. 

એક ટીવી શોમાં સુનિલ શેટ્ટીએ એમ  કહ્યું હતું કે આગામી સિઝનમાં પોતે એક નાનાની જેમ સ્ટેજ પર આવશે. તેના આધારે આ અટકળો વ્યક્ત થઈ રહી છે. 

આથિયા તથા કે.એલ. રાહુલનાં લગ્ન ગયાં વર્ષે થયાં હતાં. જોકે, આથિયાની પ્રેગનન્સી અંગે તેણે કે કે.એલ. રાહુલે કશું સત્તાવાર રીતે જણાવ્યું નથી. 

બોલીવૂડમાં હાલ બેબી બૂમ ચાલી રહી છે. અનુષ્કા શર્મા તાજેતરમાં માતા બની ચૂકી છે જ્યારે દીપિકા પાદુકોણે પ્રેગનન્સીની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઋચા ચઢ્ઢા પણ ટૂંક સમયમાં માતા બનવાની છે. 

Tags :
Athiya-ShettyPregnant

Google News
Google News