સુનિલ શેટ્ટી અને અક્ષયકુમારની વાતચીતથી હેરાફેરી 3 બનવાની હિન્ટ
- અક્ષયના જન્મદિવસે સુનિલની પોસ્ટ પરના ઉત્તરથી આડકતરો ઇશારો
મુંબઇ : અક્ષય અને સુનિલ શેટ્ટીની જોડીએ બોક્સઓફિસ પર ઘણી હિટ ફિલ્મ આપી છે. જેમાં એક હેરાફેરી સીરીઝ પણ છે. હાલમાં જ અક્ષયના જન્મદિવસે સુનિલ શેટ્ટીએ તેને શુભેચ્છા આપી હતી, જેના ઉત્તરમાં અક્ષયે હેરા ફેરી ૩ માટે આડકતરો ઇશારો કર્યો હતો.
હેરાફેરી ફિલ્મમાં અક્ષયના પાત્રનું નામ રાજૂ છે, અને સુનિલે તેને આ જ નામથી શુભેચ્છા આપી હતી. ત્યારે અક્ષયે પોતાના ફેન્સને હેરા-ફેરીના આગામી હિસ્સાને લઇને આડકતરો ઇશારો કર્યો છે.
સોશ્યિલ મીડિયા પર ફરી રહેલી તસવીરોમાં જોવા મળે છે કે, સુનિલે, અક્ષયને શુભેચ્છા આપતી વખતે સુનિલે લખ્યું હતું કે, હે રાજૂ હેપ્પી બર્થ ડે રે બાબા...સુનિલને અક્ષયે ઉત્તર આપતા ંકહ્યુ ંહતુ ંકે, શ્યામ ભાઇ શુભેચ્છા માટે ધન્યવાદ. ફરી થોડી હેરા ફેરી કરી લેવી છે ? તેમજ અક્ષયે હસતી અને હાર્ટનો ઇમોજી પણ પાઠવી છે. હવે સોશ્યિલ મીડિયાના યુઝર્સો આને હેરા ફેરી ૩ માટે અક્ષય તરફથી આપેલો ઇશારો માની રહ્યા છે. કહેવાય છે કે, હેરા ફેરી ૩ની ચર્ચા થોડા મહિનાઓથી થઇ રહી છે. સોશ્યિલ મીડિયાના પોર્ટલના અનુસાર, નિર્માતા ફિરોઝ નડિયાદવાળાએ આ ફિલ્મના ત્રીજા ભાગને બનાવાનો નિર્ણય લઇ લીધો છે.
રિપોર્ટના અનુસાર, ૨૦૨૩માં આ ફિલ્મની શરૂઆત કરવામાં આવશે. જોકે આ ફિલ્મ વિશે સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી.