કપિલ શર્મા શોમાં પાછી આવશે રિન્કુ દેવી ? સુનીલ ગ્રોવરે આપ્યો સંકેત, જાણો શું કહ્યું

જવાન ફિલ્મામાં સુનીલ ગ્રોવરના રોલને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે

Updated: Sep 17th, 2023


Google NewsGoogle News
કપિલ શર્મા શોમાં પાછી આવશે રિન્કુ દેવી ? સુનીલ ગ્રોવરે આપ્યો સંકેત, જાણો શું કહ્યું 1 - image
Image:Twitter

સુનીલ ગ્રોવર હાલ તેની ફિલ્મ જવાનને લઈને ચર્ચામાં છે. શાહરૂખ ખાન સ્ટારર આ ફિલ્મામાં સુનીલના રોલને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે. સુનીલ ભલે ફિલ્મો અને વેબ સિરીઝમાં જોવા મળે છે પરંતુ ફેન્સ તેને ટીવી શોમાં ખુબ મિસ કરે છે. કપિલ શર્મા શો પર સુનીલ અને કપિલની મસ્તીને ફેન્સ ખુબ પસંદ કરતા હતા. હવે સુનીલે કંઈ એવું કહ્યું છે જેનાથી લાગી રહ્યું છે કે તે કપિલ શર્મા શોમાં પરત ફરવાની હિંટ આપી રહ્યો છે.

હું સાડીથી ક્યારેય કંટાળતો નથી-સુનીલ ગ્રોવર

સુનીલે એક ઈન્ટરવ્યું દરમિયાન કહ્યું કે, 'હું અત્યાર સુધી ફિલ્મો અને વેબ સિરીઝમાં વ્યસ્ત હતો, પરંતુ મને ટીવી વધારે પસંદ છે. આજે પણ જો કોઈ મને ટીવી માટે યોગ્ય રોલ આપે છે અથવા મને સ્ત્રીની ભૂમિકા ભજવવા કહે છે તો હું જરૂર કરીશ. હું શોઝમાં ઘણીવાર મહિલા બન્યો છું અને આજ પણ સાડી પહેરીને દર્શકોનું મનોરંજન કરવામાં મને મજા આવે છે. હું સાડીથી ક્યારેય કંટાળતો નથી.

કપિલ સાથે થયો હતો ઝગડો

કપિલ શર્મા શોમાં સુનીલ ગ્રોવર રિન્કુ દેવીની ભૂમિકા ભજવતો હતો. આ ભૂમિકા ભજવવા માટે તે સાડી પહેરતો હતો. શોમાં સુનીલ અને તેની ભૂમિકાને ખુબ પસંદ કરવામાં આવી હતી. પરંતુ કપિલ શર્મા સાથે ઝગડો થયા બાદ સુનીલે શો છોડી દીધો હતો. કપિલે સુનીલથી માફી પણ માંગી હતી પરંતુ તે શોમાં ફરી પાછો આવ્યો ન હતો. 


Google NewsGoogle News