Get The App

બોલિવૂડની સોથી ધનિક સ્ટાર વાઈફ, સંપત્તિના મામલામાં અભિનેતા પતિ કરતા પણ આગળ

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
Mana Shetty


Suniel Shetty Wife Mana Shetty: બોલિવૂડના અનેક અભિનેતાની પત્નીઓ તેમના પતિના નામે ઓળખાતી હોય છે. તેનું કારણ એ છે કે, તેમના પતિ જાણીતા અભિનેતાઓ છે, જ્યારે તે પોતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઝાકમઝોળથી દૂર છે. જો કે તેમાં એવી ઘણી મહિલાઓ છે, જે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી અલગ ક્ષેત્રમાં પોતાનું નામ બનાવ્યું છે. જેમ કે શાહરૂખની પત્ની ગૌરી ખાન, જ્હોન અબ્રાહમની પત્ની પ્રિયા રૂંચલ, ઈમરાન હાશ્મીની પત્ની પરવીન શાહની, વિવેક ઓબેરોયની પત્ની પ્રિયંકા એલ્વા ઓબેરોય અને સુનિલ શેટ્ટીની પત્ની માના શેટ્ટી. માના શેટ્ટી આ બધામાં થોડું અલગ પડતું નામ છે કારણ કે તે બોલિવૂડની 'લેડી મુકેશ અંબાણી' તરીકે પણ ઓળખાય છે. 

15 વર્ષની ઉંમરે કરી હતી કારકિર્દીની શરૂઆત 

માના શેટ્ટી ગુજરાતી મુસ્લિમ પરિવારના ઈફ્તિખાર એમ કાદરીની દીકરી છે. માનાના પિતા આર્કિટેક્ટ હતા અને માતા વિપુલા કાદરી સામાજિક કાર્યકર હતા. માનાએ માત્ર 15 વર્ષની ઉંમરે ફેશન ડિઝાઈનર તરીકે તેની બહેન ઈશા સાથે કારકિર્દી શરૂ કરી હતી. બંને બહેનો 'માના એન્ડ ઈશા' બ્રાન્ડ હેઠળ કલેક્શન ડિઝાઇન કરતી હતી. આ પછી, માનાએ પતિ સુનિલ શેટ્ટી સાથે મળીને એક રિયલ એસ્ટેટ બિઝનેસમાં પ્રવેશ કર્યો અને સફળતા મેળવી. 

આ પણ વાંચો: અક્ષય કુમાર ફરી દેશભક્તિના શરણે, તિરંગાની રિમેકમાં કામ કરશે

માના શેટ્ટી ઓળખાય છે  'લેડી મુકેશ અંબાણી' તરીકે 

આ ઉપરાંત, માનાનો મુંબઈમાં લક્ઝરી ડેકોર અને ગિફ્ટ આઈટમ લાઈફ સ્ટાઈલ સ્ટોર છે અને તેની પોતાની ક્લોધિંગ બ્રાન્ડ પણ છે. તેમજ માના એક સામાજિક કાર્યકર્તા પણ છે. આ ઉપરાંત માના સેવ ધ ચિલ્ડ્રન નામના એનજીઓ સાથે સંકળાયેલી છે. તેનો બિઝનેસ વધુ ફેલાયેલો હોવાથી બોલિવૂડમાં તેને 'લેડી મુકેશ અંબાણી' કહેવામાં આવે છે. અહેવાલો અનુસાર, સુનિલ શેટ્ટી વાર્ષિક 100 કરોડ રૂપિયા કમાય છે, જ્યારે માના અને સુનિલની કુલ નેટવર્થ તો અનેકગણી વધારે છે. 

આ પણ વાંચો: કંગના અને માધવનની તનુ વેડ્સ મનુનો ત્રીજો ભાગ બનશે

બંનેએ 9 વર્ષ ડેટિંગ કર્યા બાદ લગ્ન કર્યા 

લગ્ન પહેલા માના અને સુનિલ શેટ્ટીએ નવ વર્ષ ડેટિંગ કર્યું હતું. જો કે તેમના માતા-પિતાએ તેમના સંબંધોનો વિરોધ કર્યો હતો, પરંતુ બંનેએ પોતાના પ્રેમથી તેમના માતા-પિતાને મનાવી લીધા હતા. આ કપલ બે બાળક ધરાવે છે, જેમાં એક દીકરી અથિયા શેટ્ટી અને એક દીકરો અહાન શેટ્ટી. અથિયાએ કેટલીક ફિલ્મો કરી અને તેણે ક્રિકેટર કે.એલ. રાહુલ સાથે લગ્ન કર્યા છે. તો અહાન શેટ્ટીએ પણ હાલમાં ફિલ્મોમાં ડેબ્યુ કર્યું છે. 

બોલિવૂડની સોથી ધનિક સ્ટાર વાઈફ, સંપત્તિના મામલામાં અભિનેતા પતિ કરતા પણ આગળ 2 - image


Google NewsGoogle News