Get The App

સુનીલ શેટ્ટી 'હેરા ફેરી 3'માં સંજય દત્તની એન્ટ્રીથી થયા ખુશઃ વખાણ કરતા કહી આ વાત

Updated: Mar 14th, 2023


Google News
Google News
સુનીલ શેટ્ટી 'હેરા ફેરી 3'માં સંજય દત્તની એન્ટ્રીથી થયા ખુશઃ વખાણ કરતા કહી આ વાત 1 - image


મુંબઈ, તા. 14 માર્ચ 2023, મંગળવાર

બોલિવુડ એક્ટર અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની ફિલ્મ 'હેરા ફેરી 3' છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. ફિલ્મના પહેલા અને બીજા પાર્ટે દર્શકોના દિલ જીતી લીધા હતા. ફિલ્મના ત્રીજા ભાગની ચર્ચાએ જોર પકડ્યું તો લોકોની ખુશીનો પાર ન રહ્યો. હાલમાં જ 'હેરા ફેરી 3'ના સેટ પરથી એક તસવીર વાયરલ થઈ હતી. જેમાં અક્ષય, સુનીલ અને પરેશ રાવલ એક જ ફ્રેમમાં જોવા મળ્યા હતા. અહેવાલો અનુસાર, ફિલ્મ પર કામ શરૂ થઈ ગયું છે. આ દરમિયાન અહેવાલ આવ્યા હતા કે સંજય દત્ત પણ આ ફિલ્મનો ભાગ બનવા જઈ રહ્યો છે. અભિનેતા સુનીલ શેટ્ટીએ પહેલીવાર આ સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં અહેવાલ આવ્યા હતા કે 'હેરા ફેરી 3'માં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ સાથે સંજય દત્ત પણ જોવા મળશે. આ અહેવાલને અનુલક્ષીને સુનીલ શેટ્ટીએ એક ઈન્ટરવ્યુમાં પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે સંજય દત્તના વખાણ કરતા કહ્યું હતું કે તેમની એન્ટ્રીથી આ ફિલ્મ લોકોને વધુ હસાવશે કારણ કે કોમેડી અંગે તેમની સમજ અવિશ્વસનીય છે.

સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે, સંજય દત્તની કોમિક ટાઈમિંગ અને બોડી લેંગ્વેજ આ પ્રોજેક્ટમાં એક નવું પીંછુ ઉમેરશે. તે તેને બીજા સ્તર પર લઈ જશે. અમે એક મહાન સંબંધ શેર કરીએ છીએ અને તે સ્ક્રીન પર પણ પ્રતિબિંબિત થશે. તમને જણાવી દઈએ કે આ અગાઉ સંજય દત્તે પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તેઓ આ ફિલ્મ કરી રહ્યા છે અને તેના માટે ખૂબ જ એક્સાઈટેડ છે. 

ઉલ્લેખનીય છે કે આ અગાઉ 'હેરા ફેરી 3' માટે કાર્તિક આર્યનનું નામ પણ સામે આવી રહ્યું હતું. મળતી માહિતી પ્રમાણે શરૂઆતમાં અક્ષય કુમારે 'હેરા ફેરી 3' કરવાની ના પાડી દીધી હતી ત્યાર બાદ તેમની જગ્યાએ કાર્તિક આર્યનને લેવામાં આવ્યો હતો. જો કે, બાદમાં એવા અહેવાલ આવ્યા હકા કે આ ફિલ્મમાં અક્ષય કુમારની એન્ટ્રી થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની આ ફિલ્મ લોકોને ફરીથી કેટલું એન્ટરટેઈન કરી શકે છે તે જોવું રસપ્રદ રહેશે.

Tags :
Sanjay-DuttAkshay-KumarParesh-RawalSuniel-ShettyHera-Pheri-3-Movie

Google News
Google News