જાણીતી સિંગરનું દર્દ છલકાયું, કહ્યું - મને ઘણી ફિલ્મોમાં ગાવાના પૈસા ન મળ્યાં, રિયાલિટી શૉ અંગે કર્યો શોકિંગ ખુલાસો

Updated: Aug 4th, 2024


Google NewsGoogle News
જાણીતી સિંગરનું દર્દ છલકાયું, કહ્યું - મને ઘણી ફિલ્મોમાં ગાવાના પૈસા ન મળ્યાં, રિયાલિટી શૉ અંગે કર્યો શોકિંગ ખુલાસો 1 - image
 
Image Twitter 

Sunidhi Chauhan Reveals Bollywood: હિંદી સિનેમાની જાણીતી સિંગર સુનિધિ ચૌહાણને આજે કોઈ ખાસ ઓળખની જરુર નથી. બોલિવૂડની સાથે- સાથે તેણે સંગીત પ્રેમીઓને એવા ગીતો ભેટમાં આપ્યા છે, લોકો તેને ખૂબ પસંદ કરે છે. સુનિધિ ચૌહાણે પોતાના કરિયરમાં ડઝનેક ફિલ્મોમાં પોતાના અવાજ આપ્યો છે. આ સિવાય તે સ્ટેજ શો અને લાઈવ પરફોર્મન્સ પણ આપે છે.

હાલમાં જ સુનિધિ ચૌહાણે બોલિવૂડ અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનું એવું એક સત્ય જણાવ્યું કે, જેણે બધાને ચોંકાવી દીધા હતા. ગાયકે રિયાલિટી શોના રહસ્યો પણ ઉજાગર કર્યા અને જણાવ્યું કે, તેમાં શું થાય છે. સુનિધિ ચૌહાણ બોલિવૂડની સૌથી પસંદગીની સિંગર્સમાંથી એક માનવામાં આવે છે. તાજેતરમાં એક પોડકાસ્ટમાં સિંગરે તેની મ્યુઝિક ઈન્ડસ્ટ્રીની  સફર વિશે વાત કરી હતી. જ્યારે તેમને તેમના કામ માટે પૈસા આપવામાં આવ્યા નહોતા. 

સુનિધિ ચૌહાણને ગાવાના પૈસા નહોતા મળતા

સિંગરે આ સાથે ખુલાસો કરતાં કહ્યું હતું કે, કેવી રીતે તેને લોબિંગનો સામનો કરવો પડ્યો. એક ચોંકાવનારો ઘટસ્ફોટમાં સુનિધિ ચૌહાણે રાજ શમનીના પોડકાસ્ટ પર કબૂલાત કરી હતી કે, ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ માંગ ધરાવતા અને સૌથી વધારે ફી લેતા સિંગર્સમાંથી એક હોવા છતાં, તેના કેટલાક સૌથી આઇકોનિક પરફોર્મન્સ આપવા માટે ચૂકવણી કરવામાં આવી ન હતી. સુનિધિએ ખુલાસો કર્યો, 'મને ઘણી ફિલ્મો માટે પૈસા મળ્યા નથી. આજે પણ તેઓ મને પૈસા આપતા નથી.

કામના બદલામાં નથી આપવામાં આવ્યા પૈસા 

સુનિધિએ કહ્યું, 'તેઓ કહે છે કે, હું પૈસા નથી લેતી, કારણ કે મને લાગે છે કે આ ગીત માટે મારે પૈસાની જરૂર નથી.' પોડકાસ્ટે બોલિવૂડમાં એક ચોંકાવનારા રિવાજ વિશે પણ વાત કરી. આ દરમિયાન એક ગીતને અલગ અલગ કેટલાક સિંગરો પાસે કેટલાય ગીતોનું રેકોર્ડ કરાવવામાં આવ્યું હતું. અને દરેક વર્ઝનને માત્ર એક જ સિંગરને પસંદ કરવામાં આવતો હતો. અને તેને જ પૈસા ચુકવવામાં આવતા હતાં. જ્યારે બાકીના ખાલી હાથે રવાના કરી દેવામાં આવતાં હતા.


Google NewsGoogle News