Get The App

સુકુમારે પુષ્પાનો ત્રીજો ભાગ બનાવવા તૈયારીઓ શરુ કરી દીધી

Updated: Jan 17th, 2025


Google NewsGoogle News
સુકુમારે પુષ્પાનો ત્રીજો ભાગ બનાવવા  તૈયારીઓ શરુ કરી દીધી 1 - image


- ફિલ્મના સંગીતકારે સંકેત આપ્યો

- પુષ્પા ટૂના બીજા ભાગના અંતમાં ત્રીજા ભાગની હિન્ટ આપી દેવામાં આવી છે

મુંબઇ : અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની 'પુષ્પા ટૂ' સફળ થયા બાદ હવે ત્રીજા ભાગની પણ તૈયારી શરુ કરી દેવામાં આવી છે. 

'પુષ્પા ટૂ'ના અંતમાં જ હજુ ત્રીજો ભાગ આવશે તેવી  હિન્ટ આપી દેવામાં આવી છે. 

ફિલ્મના કમ્પોઝર દેવી શ્રી પ્રસાદેઅપડેટ આપ્યું છે કે,' પુષ્પા ટૂ'નો જબરજસ્ત ક્રેેઝ જોઇને દિગ્દર્શક સુકુમારે સમય ગુમાવ્યા વિના જ કામ શરૂ કરી દીધું છે. તેમનું સંપૂર્ણ ફોકસ ફિલ્મના દરેક દ્રશ્ય પર છે. આ વખતે પુષ્પા ૩માં ઘણી નવી ચીજો   ઉમેરવામાં  આવશે. તેમની પાસે ઘણા આઇડિયાઝ છે જેને જોડવાથી એક વધુ ઉત્તમ વાર્તા બનશે. 

થોડા સમય પહેલાં એવા અહેવાલો હતા કે કદાચ ત્રીજો ભાગ વિલંબમાં મૂકાશે. 

અલ્લુ અર્જુન પાસે હાલ બીજા ઘણા પ્રોજેક્ટ છે અને તે કદાચ પહેલાં એ બધી નવી ફિલ્મો પર ફોક્સ કરશે. અલ્લુ અર્જુને તેનો લૂક પણ બદલી નાખ્યો છે. 


Google NewsGoogle News