Get The App

સલમાનને મારવા પાકિસ્તાનથી હથિયારો આવવાના હતા, સ્પોટ પણ નક્કી હતું... આરોપીની કબૂલાત

Updated: Oct 19th, 2024


Google NewsGoogle News
Salman Khan


Plot to kill Salman Khan: મુંબઈના બાંદ્રામાં દશેરાના દિવસે NCPના નેતા બાબા સિદ્દિકીની હત્યા બાદ બોલિવૂડ અભિનેતા સલમાન ખાનની સુરક્ષા એલર્ટ પર છે, ત્યારે મુંબઈ પોલીસે હવે એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. જેમાં અભિનેતા સલમાન ખાનને મારવા માટે લોરેન્સ ગેંગ જે હથિયારોનો ઉપયોગ કરવાની હતી, તે પાણીપતના સુખવીર ઉર્ફે સુખાની પસંદગીના લેવાની યોજના હતી. જેના માટે પાકિસ્તાનથી હથિયારો આવવાના હતા. 

પોલીસને ડીલની વીડિયો કોન્ફરન્સિંગ ક્લિપ મળી 

મુંબઈ પોલીસની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો છે કે આરોપી વોટ્સએપમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હથિયારોના દાણચોરોના સંપર્કમાં હતો. પાકિસ્તાની ગેંગસ્ટર ડોગર આ હથિયાર સુખાને ભારત મોકલવાનો હતો. પોલીસને સુખાના ફોનમાંથી આ ડીલની વીડિયો કોન્ફરન્સિંગ ક્લિપ મળી છે. આમાં સુખા સાથે ડોગર, અનમોલ બિશ્નોઈ અને સપ્લાયર સામેલ હતા. આ વીડિયોમાં ઘણી મશીનગન બતાવવામાં આવી છે. 

આ હથિયારોનો ઉપયોગ કરવાની યોજના 

પોલીસ તપાસમાં લોરેન્સ ગેંગ દ્વારા સલમાનને મારવા માટે સ્થળ નક્કી કર્યું હોવાનું પણ બહાર આવ્યું છે. સલમાનના ઘર અને અર્પિતા ફાર્મહાઉસ પાસે ખરાબ રસ્તા પર તેમની કાર ધીમી પડી જાય છે. તે જ જગ્યાએ પહેલેથી જ ઓચિંતો હુમલો કરી રહેલા શૂટરો સલમાન ખાનને નિશાન બનાવે તેવી યોજના હતી. 

સલમાન પર હુમલો કરવા માટે AK 47થી લઈને મશીનગનના ઉપયોગની યોજના હતી. પરંતુ એ પહેલા જ પાંચ અપરાધીઓની પોલીસે ધરપકડ કરી અને તેમણે સુખા વિષે માહિતી આપી હતી. 

આ પણ વાંચો: જાણીતા દિગ્દર્શકના નિધનથી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને મોટો ઝટકો, નાની વયે દુનિયાથી અલવિદા!

પોલીસે દરોડો પાડી સુખાને હોટલમાંથી પકડી પાડ્યો હતો

મુંબઈ પોલીસે પનવેલ સિટી પોલીસ સાથે મળીને પાણીપતની એક હોટલમાંથી લોરેન્સ ગેંગના શૂટર સુખાની ધરપકડ કરી છે. પોતાની ઓળખ છુપાવવા માટે તેણે દાઢી અને વાળ પણ વધાર્યા હતા. ગુરુવારે સુખાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. 

સુખાની ધરપકડ સલમાન ખાનના ઘરે ફાયરિંગના મામલામાં થઈ છે. સલમાન ખાનના ઘરે ગોળીબાર કરનારા આરોપીઓને સુખાએ હથિયાર પૂરા પાડ્યા હતા. પાણીપત પોલીસ પણ તેના ઘરે પહોંચી ગઈ છે અને તેના પરિવારના સભ્યોની પૂછપરછ શરૂ કરી છે, જેથી સુખા વિરુદ્ધ વધુ પુરાવા મળી શકે.

સલમાનને મારવા પાકિસ્તાનથી હથિયારો આવવાના હતા, સ્પોટ પણ નક્કી હતું... આરોપીની કબૂલાત 2 - image


Google NewsGoogle News