આલિયાએ સાડી રિપિટ કરી એ સુહાનાને બહુ ગમ્યું
- શાહરુખની દીકરી માટે આલિયા રોલમોડલ
- મેરેજની જ સાડી એવોર્ડ ફંકશનમાં પહેરી આલિયાએ સમાજને ઉમદા સંદેશો આપ્યો
મુંબઇ : આલિયા ભટ્ટે પોતાનાં મેરેજની જ સાડી નેશનલ એવોર્ડ ફંકશનમાં પહેરી હતી એ બાબતે સુહાના ખાને આલિયાની મુક્તકંઠે પ્રશંસા કરી છે. તેણે આલિયાને પોતાની રોલ મોડલ પણ ગણાવી છે.
સુહાનાએ કહ્યું હતું કે, આલિયાએ પોતાના લગ્નની સાડી ફરી પહેરી તો આપણે પણ કોઇ પાર્ટીમાં આપણા આઉટફિટ બીજી વખત પહેરી શકીએ. આપણે કોઇ નવા પોશાક ખરીદવાની જરૂન નથી. આપણે નથી જાણતા કે પાર્ટીઓ અને ફંકશનો માટે દરેક વખતે નવા પરિધાનો કરાવવાથી જૈવ વિવિધતા અને પર્યાવરણ પર અસર પડતી હોય છે. તેથી આ સમજવાનું આપણા માટે બહુ જરુર જરુરી છે. આલિયાએ આ રીતે એક ઉત્તમ સંદેશો આપ્યો છે.
અગાઉ આલિયાએ પોતાના લગ્નની ફરી સાડી પહેરવા માટે જણાવ્યું હતું કે,જ્યારે પણ કોઇ મોટો કાર્યક્રમ હોય છે. ત્યારે પહેલાથી આપણે તૈયારી કરતા હોઇએ છીએ. પરંતુ આ વખતે મને સહજતાથી જ વિચાર આવી ગયો કે હું મારા લગ્નની સાડી ફરીથી પહેરું. ઉપરાંત આ સાડી મેં મારા લગ્નમાં પહેરી હોવાથી મારા માટે આ મારા વોર્ડરોબનું એક વિશેષ પરિધાન છે. એક વિશેષ પરિધાનને એક વિશેષ પર એકથી વધુ વખત પહેરી શકાય છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા સુષ્મિતા સેને પણ પોતાની જુની સાડી ફરી પહેરી હતી.