Get The App

સુહાના ખાને અલીબાગમાં 9.50 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદી

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
સુહાના ખાને અલીબાગમાં  9.50  કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદી 1 - image


- આઠ મહિના પહેલા પણ તેણે 13 કરોડ રૂપિયાની જમીન ખરીદી હતી

મુંબઇ : શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાને અલી બાગમાં બીજો પ્લોટ ખરીદ્યો છે. ે આ વખતે તેણે ૯.૫૦ કરોડ  રૂપિયાની પ્રોપર્ટી ખરીદી છે. જેના માટે તેણે ૫૭ લાખ રૂપિયા સ્ટેમ્પ ડયુટી ચુકવી છે. સુહાનાએ આ સોદો ૧૩ ફેબુ્રઆરીના રોજ કર્યો હતો.દસ્તાવેજોના અનુસાર અલીબાગના રાયગઢ સ્થિત થાલ ગામમાં પાર્સલ આકારમાં ૭૮,૩૬૧ વર્ગફૂટમાં આ  જમીન ખરીદી છે. 

ઉલ્લેખનીય છે કે, સુહાનાએ અલીબાગમાં આ બીજી જમીન ખરીદી છે. આઠ મહિના પહેલા તેણે ૧૨.૯ કરોડમાં ત્રણ બહેનો પાસેથી ખરીદી હતી. અલીબાગના ગામો  બોલીવૂડ સેલિબ્રિટિઓને આકર્ષી રહ્યા છે. શાહરૂખ ખાન પણ થાલમાં વૈભવી સી-ફેસિંગ મિલકત ધરાવે છે. 

અલીબાગમાં રણવીર સિંહ-દીપિકા પદુકોણ, સચીન તેડુલકર, રોહિત શર્મા, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી એ પણ પ્રોપર્ટી ખરીદી છે. 

શિરડી ન્હાવા સેવાથી જોડતા અટલ સેતુ દરિયાઇ પુલના કારણે કનેક્ટિવિટી સુધરતા આ વિસ્તારની લોકપ્રિયતામાં વધારો થયો હોવાથી લોકો અહીંની પ્રોપર્ટીમાં રોકાણ કરી રહ્યા છે. 


Google NewsGoogle News