સુહાના અને અગત્સ્યએ ન્યૂ યર વેકેશન વિદેશમાં સાથે મનાવ્યું

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
સુહાના અને અગત્સ્યએ ન્યૂ યર વેકેશન વિદેશમાં સાથે મનાવ્યું 1 - image


- બંને વચ્ચે ડેટિંગની અટકળોને સમર્થને

- શાહરુખ ખાન અને અમિતાભ બચ્ચન બંને આ સંબંધ માટે રાજી હોવાની ચર્ચાઓ

મુંબઇ : સુહાના ખાન અને અગત્સ્ય નંદા એરપોર્ટ પર સાથે જોવા મળતાં બંને સાથે સાથે નવું વર્ષ મનાવીને પાછાં ફર્યાં હોવાનું કહેવાય છે. 

જોકે, એરપોર્ટ પર બંને અલગ અલગ કારમાં બેસતાં જોવા મળ્યાં હતાં. પણ બંને એક જ ફલાઈટમાં સાથે આવ્યાં હોવાનું કહેવાય છે. 

સુહાના અને અગત્સ્યનો પ્રેમ સંબંધ 'આર્ચીઝ' ફિલ્મના સેટ પર પાંગર્યો હોવાનું કહેવાય છે. શરુઆતમાં બંનેના પરિવારોને લાગ્યું હતું કે માત્ર શૂટિંગમાં સાથે હોવાથી તેઓ એકબીજાની કંપની માણી રહ્યા છે. જોકે, અમિતાભ બચ્ચન પરિવાર અને શાહરુખ ખાન બંનેને ખ્યાલ આવ્યો છે કે તેઓ આ સંબંધમાં સિરિયસ છે. બંને પરિવારો આ સંબંધથી રાજી હોવાનું મનાય છે. 

અગસ્ત્ય તાજેતરમાં કપૂર પરિવારના ક્રિસમસ બ્રન્ચમાં સુહાનાને સાથે લઈ ગયો હતોઅને તેણે ત્યાં બંધાને સુહાનાનો પરિચય પોતાની ગર્લફ્રેન્ડ તરીકે જ આપ્યો હોવાનું કહેવાય છે. 


Google NewsGoogle News