Get The App

ત્રણ વખત છુટાછેડાની પીડા સહન કરી, લવ લાઈફ અંગે ટ્રોલ્સ પાછળ પડ્યા, અભિનેત્રીની આપવીતી

Updated: Feb 28th, 2025


Google NewsGoogle News
ત્રણ વખત છુટાછેડાની પીડા સહન કરી, લવ લાઈફ અંગે ટ્રોલ્સ પાછળ પડ્યા, અભિનેત્રીની આપવીતી 1 - image


Image: Facebook

Actress Halle Berry Life Story: હોલિવૂડ એક્ટ્રેસ હેલી બેરીએ પોતાની લવ લાઈફની ટીકા કરનારને આકરો જવાબ આપ્યો છે. તાજેતરમાં જ એક્ટ્રેસ 'ધ ડ્રૂ બેરીમોર શો' માં પહોંચી હતી. જ્યાં તેણે ટ્રોલિંગ પર વાત કરી. હેલી બેરીને એ કહીને ટ્રોલ કરવામાં આવે છે કે તે કોઈ પાર્ટનર રાખી શકતી નથી પરંતુ ઓસ્કાર વિનર એક્ટ્રેસે હવે સ્પષ્ટ કરી દીધું છે કે ખોટા માણસની સાથે રહેવા કરતાં સિંગલ રહેવું સારું હોય છે.

હેલીએ કહ્યું, 'મે લોકોને કહેતાં સાંભળ્યાં છે કે ઓહ હેલી બેરી માં કંઈક તો ગડબડ છે કે તે કોઈ પુરુષને પોતાની પાસે રાખી શકતી નથી. કોણે કહ્યું હું કોઈ પુરુષને પોતાની પાસે રાખી શકતી નથી. હું કોઈ ખોટા વ્યક્તિ સાથે રહેવા માગતી નથી. હું પાગલ નથી. આપણે સૌ ભૂલો કરીએ છીએ અને અમારી પાસે હક છે એ બોલવાનો કે અરે મારાથી ભૂલ થઈ ગઈ. ચાલો બીજી વખત શરૂ કરીએ છીએ. અમારી પાસે તે કરવાનો અધિકાર છે.

આ પણ વાંચો: 22 વર્ષે ઘટસ્ફોટ : બાગબાનના કેટલાક અંશ સલીમ જાવેદે લખ્યા હતા

હેલી બેરી પોતાના જીવનમાં ત્રણ વખત ડિવોર્સનું દુ:ખ વેઠી ચૂકી છે. એક્ટ્રેસના બે બાળકો છે. એક પુત્રી નાહલા, જેનો જન્મ એક્સ હસબન્ડ ગેબ્રિયલ ઓબરીથી થયો હતો અને એક પુત્ર માસિયો જેનો જન્મ તેના એક્સ હસબન્ડ ઓલિવિએર માર્ટિનેજથી થયો. 

શો પર હેલી બેરીએ જે વાત કહી તેનાથી ઈન્ટરનેટ પર તેની મહિલા ચાહકો ખૂબ ખુશ થઈ ગઈ છે. ઘણા ચાહકોએ હેલીની વાત પર સહમતિ પણ વ્યક્ત કરી છે. યુઝર્સે એ સવાલ પણ ઉઠાવ્યો કે કોઈ પુરુષને પોતાની પાર્ટનરને યોગ્ય રીતે ના રાખી શકવાનો સવાલ કેમ કરતાં નથી. 

વર્ષ 2020થી હેલી બેરી મ્યૂઝિશિયન વેન હન્ટે ડેટ કરી રહી છે. પોતાના સંબંધ વિશે વાત કરતાં એક્ટ્રેસે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મે આખરે પ્રેમમાં શાંતિ મેળવી લીધી છે.


Google NewsGoogle News