સ્ટુડન્ટ ઓફ ધી યર થ્રીમાં શનાયા સાથે અલાયા એફ હશે
ફિલ્મ નહિ પણ વેબ સીરિઝ રુપે જ બનશે
આ સીરિઝનું દિગ્દર્શન રીમા માયા કરવાની છે.
શનાયા કપૂર આ સીરિઝનું કામ શરુ થાય તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે કારણ કે અગાઉ તેની જાહેર થયેલી ફિલ્મો 'બેધડક' અને 'વૃષાભા' બંને પડતી મૂકાઈ ચૂકી છે. અન્ય સ્ટાર કિડ્ઝની સરખામણીએ શનાયાએ બહુ સારા લોન્ચિંગ પ્રોજેક્ટ માટે સંઘર્ષ કરવો પડયો છે. તેની વિક્રાંત મેસી સાથેની ફિલ્મ 'આંખો કી ગુસ્તાખિયાં'ની પણ તાજેતરમાં જ જાહેરાત થઈ છે.
બીજી તરફ અલાયા એફ એકાદ બે ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે પરંતુ તેણે ખાસ કાંઈ ઉકાળ્યુ નથી.
'સ્ટુડન્ટ ઓફ ધી યર'ના પહેલા ભાગમાં આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવન હતા.
તેમાંથી માત્ર આલિયાની કારકિર્દી જ આગળ વધી છે જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવન આજની તારીખે પણ કમર્શિઅલી ભરોસાપાત્ર સ્ટાર તરીકે સેટ થઈ શક્યા નથી.
તે પછી આ ફિલ્મની બીજી ફ્રેન્ચાઈઝીમાં તારા સુતરિયા અને અનન્યા પાંડેને લોન્ચ કરવામાં આવ્યાં હતાં પરંતુ તે પછી બંનેએ તેમની કારકિર્દીમાં ખાસ કશું ઉકાળ્યું નથી.
- અગાઉ એનાઉન્સ થયેલા મોટાભાગના પ્રોેજેક્ટ મુલત્વી રહ્યા હોવાથી શનાયાને આ સીરિઝ પર આશા