Get The App

એનિમલ-પઠાણ જેવી ફિલ્મોને પછાડી 'સ્ત્રી 2' એ કમાણીમાં બનાવ્યો રૅકોર્ડ, પહેલા દિવસે જ ધૂમ આવક

Updated: Aug 16th, 2024

GS TEAM


Google News
Google News
એનિમલ-પઠાણ જેવી ફિલ્મોને પછાડી 'સ્ત્રી 2' એ કમાણીમાં બનાવ્યો રૅકોર્ડ, પહેલા દિવસે જ ધૂમ આવક 1 - image

Stree 2 Box Office Collection: હોરર કોમેડી ફિલ્મ સ્ત્રી 2એ બોક્સ ઑફિસ પર ઇતિહાસ રચી દીધો છે. ફિલ્મે તેની રિલીઝના પહેલા દિવસે બોક્સ ઑફિસ પર શાનદાર કમાણી કરી હતી. શરુઆતના દિવસે 50 કરોડથી વધુની રૅકોર્ડબ્રેક કમાણી કરીને, શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની આ ફિલ્મે એનિમલ અને પઠાણ જેવી મોટી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે.

સ્ત્રી 2એ 14મી ઑગસ્ટના પ્રી-શોમાં 9.40 કરોડ અને 15 ઑગસ્ટના રોજ 55.40 કરોડનો જોરદાર બિઝનેસ કર્યો હતો. તેથી રિલીઝના પહેલા દિવસે ફિલ્મનું નેટ કલેક્શન 64.80 કરોડ થઈ ગયું છે. સ્ત્રી 2ને 15મી ઑગસ્ટની રજાનો ભરપૂર લાભ મળ્યો હતો. પરંતુ ફિલ્મની સાચી પરીક્ષા 16 ઑગસ્ટના રોજ નોન-હોલીડે પર થશે. ફિલ્મ શુક્રવારે બોક્સ ઑફિસ પર 100 કરોડના આંકડાને સ્પર્શ કરવાનો પ્રયાસ કરશે.

શરુઆતના દિવસે જ  સ્ત્રી 2એ ઘણી મોટી ફિલ્મોની કમાણીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. જેની યાદી નીચે મુજબ છે-

મૂવી                             ઓપનિંગ ડે કલેક્શન

સ્ત્રી 2                           64.80 કરોડ

પઠાણ                          55 કરોડ

એનિમલ                       54.75 કરોડ

કેજીએફ 2                    53.95 કરોડ

વોર                              51.60 કરોડ

ઠગ્સ ઑફ હિંદુસ્તાન      50.75 કરોડ

Tags :