ફિલ્મોમાં કામ અને ઈન્ડસ્ટ્રીની ભાગદોડમાં થાકી ગયો સ્ટાર અભિનેતા, કહ્યું - 'મંઝીલ વગર..'
Kartik Aaryan : હાલમાં બોલીવુડ અભિનેતા કાર્તિક આર્યન તેની નવી ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3'ની રિલીઝ માટે તૈયારીમાં વ્યસ્ત છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન અભિનેતાએ હવે તેના સતત કામ વિશે વાત કરી છે.
હું એવી રેસમાં છું જેની કોઈ ફિનિશ લાઇન નથી
એક ઈન્ટરવ્યૂ આપતા પોતાની કારકિર્દી વિશે વાત કરતા કાર્તિક આર્યનએ કહ્યું કે, 'જ્યારે મારી પાસે કામ હતું નહી, ત્યારે હું ફક્ત કામ કેવી રીતે મેળશે તે વિશે જ વિચારતો હતો. મને જ્યારે મારી પહેલી ફિલ્મ મળી હતી, ત્યારે મેં તે ક્ષણનો આનંદ માણ્યો ન હતો. હું ફક્ત કામ કરવામાં વ્યસ્ત થઈ ગયો હતો. તે ફિલ્મ રિલીઝ થઈ પછી મેં બીજી ફિલ્મ કરી જે ચાલી નહીં. અને પછી 'સોનુ કે ટીટૂ કી સ્વીટી'એ મારી કારકિર્દીની ફરી શરૂઆત અપાવી. સફળતા અને નિષ્ફળતા બધું જ થઇ રહ્યું છે. મારી પાસે હજી આરામ કરવાનો અને બીજું કંઈ વિચારવાનો સમય નથી. મને બેસીને વિચારવાનો મોકો પણ ન મળ્યો. કારણ કે હું એવી રેસમાં છું જેની કોઈ ફિનિશ લાઇન નથી.'
હું જાણી જોઈને મોલમાં જતો હતો
કાર્તિકે આગળ જણાવ્યું કે, 'મને નથી લાગતું કે હું મારી જાતને સમય આપી રહ્યો છું. કારણ કે હું હંમેશા કામ વિષે કેમ આગળ વધવું અને શું સાચું,શું ખોટું આ બધું જ વિચારયા કરું છું. હું સતત કામ કરી રહ્યો છું. પરંતુ મને એ પણ ખબર નથી કે કામ સિવાય બીજું મારે શું કરવું. હું 100 ટકા વર્કોહોલિક છું. મને ક્યારે વધારે આનંદ થયો ખબર છે? જ્યારે પહેલીવાર કોઈએ મારી પાસે સેલ્ફી પડાવવાની માંગ કરી હતી. હું જાણી જોઈને મોલમાં જતો જેથી લોકો મને ઓળખી શકે. તો આ બધું મારા માટે કામ છે.'
1 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે 'ભૂલ ભુલૈયા 3'
ફિલ્મ 'ભૂલ ભુલૈયા 3' 1 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં કાર્તિક સાથે વિદ્યા બાલન, માધુરી દીક્ષિત અને તૃપ્તિ ડિમરી જોવા મળશે.