ફિલ્મ ‘જવાન’ પહેલા મુંબઇ પોલીસે શાહરૂખ ખાનની સુરક્ષા વધારી
નવી મુંબઇ,તા. 26 ઓગસ્ટ 2023, શનિવાર
બોલીવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન પોતાની આગામી ફિલ્મ ‘જવાન’ને લઇને ચર્ચામાં છે.મળતી માહિતી પ્રમાણે આ વચ્ચે શાહરૂખ ખાનની સુરક્ષા વધારવામાં આવી છે. મુંબઇ પોલીસે શાહરૂખ ખાનના ઘર મન્નત બહાર સુરક્ષા વધારી દીધી છે.
પાપારાજીએ શેર કરેલા એક વીડિયો પ્રમાણે શાહરુખ ખાનના ઘર મન્નનત બહાર પોલીસની ગાડીઓ જોવા મળી હતી. શનિવાર સવારે પોલીસને સૂચના મળી હતી ,કે કેટલાક લોકો મન્નતની બહાર વિરોધ કરી રહ્યાં છે. જેના કારણે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તે લોકોની ધરપકડ કરી હતી.અત્યારે મન્નતની બહાર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
વર્ક ફર્ન્ટની વાત કરીએ તો, શાહરૂખ ખાનના જવાન ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પઠાણ બાદ શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ 7 સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થવાની છે.