247 કરોડ રૂપિયાની સંપત્તિની માલકિન હતી શ્રીદેવી
- શ્રીદેવીને ગાડીઓનો ઘણો શોખ હતો
- શ્રીદેવી પાસે કુલ 7 ગાડીઓ છે, જેની કિંમત 9 કરોડ રૂપિયા છે
મુંબઈ, તા. 25 ફેબ્રુઆરી 2018 રવિવાર
બોલિવુડની ખ્યાતનામ અભિનેત્રી શ્રીદેવી લગભગ 300 કરોડ રૂપિયાથી વધારે સંપત્તિની માલકિન હતી.
આ સંપત્તિમાં તેમના પતિ બોની કપૂરનો કોઈ ભાગ નથી. જો તેમના પતિની સંપત્તિને પણ તેમાં જોડી દેવામાં આવે તો આ આંકડો 500 કરોડ રૂપિયાને પાર જતો રહે.
2018માં શ્રીદેવીની નેટવર્થ 247 કરોડ રૂપિયા હતી. જેમાં ગત કેટલાક વર્ષોથી 24 ટકાની વૃદ્ધિ થઈ રહી છે. 2011 બાદ ફિલ્મોમાં પાછા ફરતા વાર્ષિક કમાણી 13 કરોડ રૂપિયા હતી. દેશની પહેલી સુપરસ્ટાર શ્રીદેવીએ હાલમાં જ 2 કરોડ રૂપિયાની બેન્ટલે લક્ઝરી કાર ખરીદી હતી.
જોકે શ્રીદેવીને ગાડીઓનો ઘણો શોખ હતો. શ્રીદેવીની પાસે કુલ 7 ગાડીઓ છે, જેની કિંમત 9 કરોડ રૂપિયા છે. આ ગાડીઓમાં વધારે ઓડી અને ફોર્ડ સામેલ છે.
શ્રીદેવીએ પોતાની કમાણીથી ત્રણ ઘર પણ ખરીદ્યા હતા. તેની માર્કેટ વેલ્યુ અત્યારે 62 કરોડ રૂપિયાથી વધારે છે. શ્રીદેવી ગ્લોબલ બ્રાન્ડસ જેવા કે લક્સ અને તનિષ્કની બ્રાન્ડ એમ્બેસેડર હતી. જેનાથી તેમને સારી એવી કમાણી થઈ છે. દરેક ફિલ્મ માટે તેમનો 3.4 કરોડથી 4.5 કરોડ રૂપિયા ચાર્જ હતો. જોકે આ વિશે ખાસ કોઈ પુષ્ટિ થઈ નથી.