કરણ જોહરની કાર્તિક સાથેની ફિલ્મમાં શ્રી લીલાની એન્ટ્રી
- શ્રી લીલાને પુષ્પા ટૂનું આઈટમ સોંગ ફળ્યુંં
- પુષ્પાની અગાઉ વરુણ ધવન સાથેની ફિલ્મ પડતી મૂકાઈ ગઈ છે
મુંબઇ : કરણ જોહર અને કાર્તિક આર્યન પોતાના મતભેદો ભૂલી જઇને આગામી ફિલ્મ 'તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી'માં સાથે કામ કરવાના છે. હાલમાં કરણ જોહરે પોતાની આગામી ફિલ્મની ઘોષણા કરી હતી. હવે આ ફિલ્મમાં અભિનેત્રી તરીકે શ્રીલીલાની એન્ટ્રી થઇ હોવાનો રિપોર્ટ વાયરલ થયો છે.
ઉલ્લેખનીય છે કે, શ્રીલીલાએ હાલ 'પુષ્પા ટૂ'માં એક આઇટમ સોન્ગ કર્યું છે. તેના કારણે તે લોકપ્રિય બની છે અને અનેક બોલીવૂડ નિર્માતાઓના ધ્યાનમાં આવી છે.
અગાઉ શ્રી લીલા વરુણ ધવનની એક ફિલ્મ સાથે બોલીવૂડ ડેબ્યૂ કરવાની હતી. જોકે, આ પ્રોજેક્ટ આગળ વધ્યો ન હતો.
કાર્તિકની આ ફિલ્મનું દિગ્દર્શન સમીર વિદવાન્સ કરવાનો છે. ફિલ્મને ૨૦૨૬માં રિલીઝ કરવામાં આવશે.