Get The App

સ્પાઇડર મેન કપલ ટોમ હોલેન્ડ અને ઝેન્ડયાએ કરી ગુપ્ત રીતે સગાઈ! પોણા બે કરોડની વીંટી બની આકર્ષણનું કેન્દ્ર

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
સ્પાઇડર મેન કપલ ટોમ હોલેન્ડ અને ઝેન્ડયાએ કરી ગુપ્ત રીતે સગાઈ! પોણા બે કરોડની વીંટી બની આકર્ષણનું કેન્દ્ર 1 - image


Spider-Man Couple Tom Holland and Zendaya Secretly Engaged : હોલીવુડના ફેમસ અભિનેતા ટોમ હોલેન્ડ અને ઝેન્ડયા એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને ઘણીવાર એક સાથે જોવા મળ્યા છે. ભલે તેઓએ હજુ સુધી પોતાના સંબંધ વિશે જાહેરાત ન કરી હોય, પરંતુ ચાહકો તેમની દરેક વાત સારી રીતે જાણે છે. હાલમાં એક એવા સમાચાર સામે આવ્યા છે, જેને જાણીને તેમના ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માહિતી પ્રમાણે સ્પાઇડર મેન કપલ ટોમ હોલેન્ડ અને ઝેન્ડયાએ કરી ગુપ્ત રીતે સગાઈ કરી લીધી છે, અને સગાઈની પોણા બે કરોડની વીંટી આકર્ષણનું કેન્દ્ર બની છે. 

આ પણ વાંચો: સલમાન ખાનના ઘરની સુરક્ષા વધારાઈ, બાલ્કની પણ થઈ બુલેટપ્રૂફ, જુઓ VIDEO

ટોમ હોલેન્ડ અને ઝેન્ડયાએ સગાઈ કરી

માહિતી પ્રમાણે ફિલ્મ 'સ્પાઈડર-મેન' માં સાથે કામ કરનાર Tom Holland  અને Zendayaએ હાલમાં જ એક-બીજાને રિંગ પહેરાવીને સગાઈ કરી લીધી છે. રિપોર્ટ પ્રમાણે આ તેમની આ રિંગ સેરેમની કાર્યક્રમમાં કોઈને બોલાવ્યા નહોતા. આ તેમનો પ્રસનલ સમારંભ હતો, જેમાં તેમના પરિવારજનો પણ હાજર ન હતા.

ઝેન્ડયાએ પહેરેલી ડાયમંડ રિંગની કિંમત 1 કરોડ 70 લાખ રૂપિયાથી વધુ  

કેલિફોર્નિયામાં 82મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ સમારોહમાં પણ ઝેન્ડયાએ પણ હાજરી આપી હતી. જેમાં તેણે બલ્ગારીનો બોડીકોન લોંગ ગાઉન પહેર્યું હતું, જ્યાં વીંટીએ બધાનું ધ્યાન ખેંચ્યું. હકીકતમાં ઝેન્ડયાએ પહેરેલી હીરાની વીંટી તેના બલ્ગારી આઉટફિટનો એક ભાગ ન હતો. આ ડાયમંડ રિંગ જેસિકા મેકકોર્મેકની હોવાનું કહેવાય છે, જેની કિંમત 2 લાખ ડોલર એટલે કે લગભગ 1 કરોડ 71 લાખ રૂપિયા માનવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: આમિર ખાને પહેર્યા ઝૂમકા, ટ્રોલર્સે કહ્યું- આ કેવી ફેશન છે?, જુઓ VIDEO

વર્ષ 2021થી કરી રહ્યા હતા ડેટ 

તમને જણાવી દઈએ કે ટોમ હોલેન્ડ અને ઝેન્ડાયા વર્ષ 2021 થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. તેઓ મોટાભાગે ડેટ્સ કે ઈવેન્ટ્સ પર સાથે જોવા મળે છે.


Google NewsGoogle News