એરહોસ્ટેસનો ડાન્સ કરતો વીડિયો વાયરલ,લોકોએ કર્યા ડાન્સ મુવ્સના વખાણ

Updated: Dec 2nd, 2023


Google NewsGoogle News
એરહોસ્ટેસનો ડાન્સ કરતો વીડિયો વાયરલ,લોકોએ કર્યા ડાન્સ મુવ્સના વખાણ 1 - image


નવી મુંબઇ,તા. 2 ડિસેમ્બર 2023, શનિવાર 

અવારનવાર સોશિયલ મીડિયા પર ડાન્સના વીડિયો વાયરલ થતા રહે છે. સોશિયલ મીડિયા એક એવુ પ્લેટફોર્મ છે જેમાં લોકો પોતાનું ટેલેન્ટ બતાવી શકે છે, તેથી જ લોકો એક રાતમાં જ સ્ટાર બની જાય છે. હવે તો એ જોવાનું રહે છે કે, હવે કોનો વિડિયો વાયરલ થશે?

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક એર હોસ્ટેસ ખાલી ફ્લાઈટમાં ડાન્સ કરતી જોવા મળે છે જોકે, આ વીડિયો ઘણો જૂનો છે છતાં લોકો શેર કરી રહ્યાં છે. લોકો એર હોસ્ટેસના ડાન્સ મૂવ્સ જોઈને તેના વખાણ કરી રહ્યાં છે. લોકો આ વીડિયોને મોટા પ્રમાણમાં શેર પણ કરી રહ્યા છે.

સ્પાઈસજેટની એર હોસ્ટેસ ઉમા મીનાક્ષીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક ડાન્સ વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ખાલી ફ્લાઈટમાં ધ્વની ભાનુશાળીના ગીત 'મેરા યાર' પર ડાન્સ કરતી જોવા મળે છે. વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. 

વાયરલ થઈ રહેલા આ વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, 'શાનદાર ડાન્સ વીડિયો.' જ્યારે અન્ય યુઝરે લખ્યું, 'અમેઝિંગ ડાન્સ મૂવ્સ'

કેટલાક યુઝર્સ આના પર ફાયર ઈમોજીની સાથે હાર્ટ અને લવ ઈમોજી મોકલી રહ્યા છે. જ્યારે કેટલાક તેના ડાન્સ પરફોર્મન્સને શાનદાર ગણાવી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે.


Google NewsGoogle News