સિદ્ધાંત, ઈશાન અને વૈદાંગ એક પ્રોજેક્ટમાં સાથે આવે તેવી અટકળો
- ફિલ્મ છે કે એડ તે વિશે મતમતાંતર
- અનેક ચાહકોએ દિલ ચાહતા હૈ કે જિંદગી ના મિલેગી દોબારાના બીજા ભાગની આશા વ્યક્ત કરી
મુંબઇ : સિદ્ધાંત ચતુર્વેદી, ઈશાન ખટ્ટર અને વૈદાંગ રૈના રોડ ટ્રીપ પર સાથે હોય તેવી તસવીરો વાયરલ થઈ છે. તે પરથી ત્રણેય કલાકારો કોઈ પ્રોજેક્ટમાં સાથે કામ કરી રહ્યા હોય તેવી અટકળો વ્યક્ત થઈ રહી છે. આ નવો પ્રોજેક્ટ કોઈ ફિલ્મ અથવા તો એડ ફિલ્મ પણ હોઈ શકે છે. જોકે, આ વિશે કોઈ અધિકૃત ઘોષણા કરાઈ નથી. દરમિયાન, ચાહકોએ એવી પણ આશા વ્યક્ત કરી હતી કે કદાચ 'જિંદગી ના મિલેગી દોબારા' અથવા તો 'દિલ ચાહતા હૈ'નો બીજો ભાગ પણ બની શકે છે.