Get The App

શાહિદની દેવા 2013ની મુંબઈ મીરરની રીમેક હોવાની અટકળો

Updated: Jan 16th, 2025


Google NewsGoogle News
શાહિદની દેવા 2013ની  મુંબઈ મીરરની રીમેક હોવાની અટકળો 1 - image


- ફિલ્મનું ટીઝર રીલિઝ થયા પછી પ્રેક્ષકોનું તારણ

- અગાઉ 'દેવા' મલયાલમ ફિલ્મ મુંબઈ પોલીસની રીમેક હોવાનું મનાતું હતું

મુંબઇ : શાહિદ કપૂરની ફિલ્મ 'દેવા' ૨૦૧૩માં રજૂ થયેલી 'મુંબઈ મીરર'ની રીમેક હોવાની અટકળો છે. ફિલ્મનું ટીઝર જોયા પછી બંને ફિલ્મો વચ્ચે બહુ સામ્યતા હોવાનું દર્શકોએ પકડી પાડયું છે. શરૂઆતમાં ચર્ચા હતી કે, 'દેવા' ફિલ્મ ૨૦૧૩ની મલયાલમ થ્રિલર ફિલ્મ 'મુંબઇ પોલીસ'ની રીમેક હોઇ શકે છે. પરંતુ હાલના ટીઝર પરથી સ્પષ્ટ થયું છે કે શાહિદ કપૂરની 'દેવા'ને આ મલયાલમ ફિલ્મ સાથે કોઇ લેવાદેવા નથી. પરંતુ આશ્ચર્ય પમાડે તેવી વાત એ છે કે, આ ફિલ્મ સચિન જોશીની ૨૦૧૩ની ફિલ્મ 'મુંબઈ મીરર' સાથે બહુ સામ્ય ધરાવે છે. બન્ને ફિલ્મો મુંબઇનું બેકગ્રાઉન્ડ ધરાવે છે.ફિલ્મનો મુખ્ય અભિનેતા પોલીસની ભૂમિકામાં છે તેમજ તે પોલીસના નિયમોને તોડનારો વિદ્રોહી પોલીસ છે. એટલું જ નહીં દેવામાં શાહિદ કપૂરનો લુક, ગોગલ્સ અને તેની અદા 'મુંબઇ મીર'રના સચિન જોશી સાથે ઘણી મળતી રહી છે. 

૨૦૧૩ની મુંબઇ મિરરમાં પણ સચીન જોશીએે એક ગંભીર, ગુસ્સાવાળા પોલીસની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં પ્રકાશ રાજ અને આદિત્ય પંચોલી સહિતના કલાકારો હતા.  જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ સફળ રહી નહોતી. 


Google NewsGoogle News