દીપિકા પદુકોણે ધ વ્હાઇટ લોટસ ૩ની સીરીઝ છોડી દે તેવી અટકળ

Updated: Feb 17th, 2024


Google NewsGoogle News
દીપિકા પદુકોણે  ધ વ્હાઇટ લોટસ ૩ની સીરીઝ છોડી દે તેવી અટકળ 1 - image


- જોકે સીરીઝના નિર્માતા તેમજ અભિનેત્રીએ વાતને સમર્થન આપ્યું નથી

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ: દીપિકા પદુકોણ વિશ્વની લોકપ્રિય સીરીઝ ધ વ્હાઇટ લોટસ૩ની સીઝનનો હિસ્સો છે તેવી વાત આવી હતી. જોકે આ સમાચારને પણ સમર્થન મળ્યું નહોતું. હવે દીપિકા પદુકોણની આ સીરીઝને લઇને અપડેટ છે કે, તેણે અંગત કારણોસર આ સીરીઝ છોડી દીધી છે. જોકે આ સમચાારને પણ સમર્થન મળ્યું નથી.સૂત્રના અનુસાર, અભિનેત્રીની એક ખાસ મિત્રે દીપિકા અંગતકારણોસર આ સીઝન છોડી દીધી હોવાનું જણાવ્યું હતું.

ધ વ્હાઇટ લોટસ સીરીઝને એચબીઓ દ્વારા ૬  હિસ્સામાં પ્રસારિત કરવામાં આવશે તેમ જણાવામાં આવ્યું હતું. જેનો પ્રથમ ભાગ ૨૦૨૧, બીજો ૨૦૨૨  અને ત્રીજો ભાગ ૨૦૨૫માં  પ્રસારિત કરવાનો હતો. આ ત્રીજી સીઝનનું શૂટિંગ થાઇલેન્ડમાં કરવામાં આવશે. પરંતુ દીપિકા આ ટીમ સાથે થાઇલેન્ડમાં જોડાય તે અંગે પ્રશ્રાર્થ છે.  

દીપિકાની સાસુ અંજુ ભવનાનીએ ટ્વીટર પર   અભિનેત્રીની આ સીરીઝના રોલ વિશે માહિતી આપી હતી.


Google NewsGoogle News