Get The App

ઐશ્વર્યા લાંબા સમયથી માતાને ત્યાં જ રોકાતી હોવાથી અટકળો

Updated: Nov 21st, 2023


Google NewsGoogle News
ઐશ્વર્યા લાંબા સમયથી માતાને ત્યાં જ રોકાતી હોવાથી અટકળો 1 - image


- બચ્ચન પરિવારમાં વિખવાદની વાતો ચગી

- ઐશ્વર્યાના જન્મદિવસની ઉજવણીમાં પણ અભિષેક સહિત બચ્ચન પરિવાર ગાયબ હતો

મુંબઇ: છેલ્લા કેટલાક સમયની અનેક સોશિયલ મીડિયા પોસ્ટસના આધારે લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે ઐશ્વર્યા રાય કેટલાક સમયથી તેની માતાના ઘરે જ રોકાણ કરી રહી છે. 

ઐશ્વર્યાના માતાના ઘરે લાંબા વસવાટ કે તમામ   પ્રસંગો કે તહેવારો માતા અને પિયરના પરિવાર સાથે જ ઉજવવાને લગતી અનેક પોસ્ટસથી બચ્ચન પરિવારના ચાહકો ચિંતામાં મૂકાયા છે. તેમને આશંકા છે કે બચ્ચન પરિવારમાં કોઈ વિખવાદ ચાલી રહ્યો છે. 

ઐશ્વર્યા રાયના જન્મદિવસે અભિષેક બચ્ચને માત્ર હેપ્પી બર્થ ડે એવો તદ્દન ઔપચારિક મેસેજ જ પોસ્ટ કર્યો હતો.  ઐશ્વર્યા જન્મદિવસે સિદ્ધિ વિનાયક દર્શને ગઈ ત્યારે પણ માતા જ તેની સાથે હતી અને અભિષેક જોવા મળ્યો ન હતો. ઐશ્વર્યાના જન્મદિવસે તેની સાથે બચ્ચન પરિવારના કોઈ સભ્યના ફોટા પણ જોવા મળ્યા ન હતા. ઐશ્વર્યાએ અમિતાભ બચ્ચનના જન્મદિવસની ઉજવણીના ફોટામાં આરાધ્યા સિવાય અન્ય સભ્યોને ક્રોપ કરી દીધા હતા.  શ્વેતા નંદા કે તેની દીકરી નવ્યા નવેલી પણ પોતાના પારિવારિક મિલન કે પ્રસંગોના ફોટામાં ક્યાંય ઐશ્વર્યાને સ્થાન આપતા નથી.



Google NewsGoogle News