કઝિન ખુશી અને સોનમ વચ્ચે અણબનાવની અટકળોએ જોર પકડયું
- ખુશીને ડેબ્યૂ ફિલ્મ માટે શુભેચ્છા ન પાઠવી
- અર્જુન કપૂરે પણ ખુશીની આર્ચીઝ વિશે કોઈ પ્રોત્સાહનજનક કોમેન્ટ કરી નથી
મુંબઈ : બોલીવૂડમાં ભાઈઓ ભાઈઓ વચ્ચે સંપની બાબતમાં અનિલ કપૂર અને બોની કપૂરના દાખલા અપાય છે પરંતુ સોનમ કપૂર અને ખુશી કપૂર વચ્ચે કોઈ અણબનાવ સર્જાયો છે કે શું તેવી અટકળો ચાલી રહી છે.
ખુશીની ડેબ્યૂ ફિલ્મ 'આર્ચીઝ' તાજેતરમાં રીલીઝ થઈ છે. બોલીવૂડમાંથી અનેક લોકોએ તેને ફિલ્મ કારકિર્દીની શરુઆત માટે શુભેચ્છા પાઠવી છે. જોકે, સોનમ કપૂર ખુશીને શુભેચ્છા આપવાથી દૂર રહી છે.
આ બાબતે ઈન્ટરનેટ પર અનેક અટકળો ચાલી રહી છે. કેટલાકના મતે સોનમ કપૂર એક કઝિન તરીકે ઈર્ષાળુ હોઈ શકે છે. પહેલાં જાહ્વવી કપૂર અને હવે ખુશી કપૂર કારકિર્દીમાં આગળ વધે છે તેનાથી કદાચ તે ઈર્ષા અનુભવે છે. જોકે, કેટલાક લોકો સોનમનો બચાવ પણ કરી રહ્યા છે. તેમના મતે દર વખતે લાગણીઓનું જાહેર પ્રદર્શન કરવું જરુરી હોતું નથી. કોઈએ સોશિયલ મીડિયા પર કોઈ કોમેન્ટ કરી કે ન કરી તેનાથી કશું વધારે પડતું ધારી લેવાનું જરુરી નથી.