ઈબ્રાહિમ અજાણી યુવતી સાથે એરપોર્ટ પર દેખાતાં અટકળો
- પલક તિવારી સાથે બ્રેકઅપ થયાની ચર્ચા
- જોકે, ઈબ્રાહિમે કોઈ ફોડ પાડયો નહીં, બંને ઝટપટ એરપોર્ટમાં દાખલ થઈ ગયાં
મુંબઈ : સૈફ અલી ખાનનો પુત્ર ઈબ્રાહિમ અલી ખાન કોઈ અજાણી યુવતી સાથે એરપોર્ટ પર દેખાતાં અનેક અટકળો વ્યક્ત થઈ હતી. આ યુવતી કોણ છે અન તેનો ઈબ્રાહિમ સાથે શું સંબંધ હોઈ શકે તે વિશે જાતભાતની ચર્ચાઓ ચાલી હતી.
જોકે, ઈબ્રાહિમે આ યુવતી અંગે કોઈ ફોડ પાડયો ન હતો. બંને જણા ફટાફટ એરપોર્ટ બિલ્ડિંગમાં દાખલ થયાં હતાં બંને સાથે ન્યૂ યર હોલીડે મનાવવા જઈ રહ્યાનું જણાતું હતું.
ઈબ્રાહિમની બહેન સારા અલી ખાન પણ ન્યૂ યર હોલીડે મનાવવા ગઈ છે. જોકે, સારા અને ઈબ્રાહિમ આ વખતે સાથે નથી તે સારા પોતે જ કન્ફર્મ કરી ચૂકી છે.
ઈબ્રાહિમ અને ટીવી સ્ટાર શ્વેતા તિવારીની દિકરી પલક વચ્ચે અફેર ચાલતું હોવાનું કહેવાય છે. બંને અનેક વખત સાથે દેખાઈ ચૂક્યાં છે. જોકે, ઈબ્રાહિમ હવે અજાણી યુવતી સાથે દેખાતાં પલક સાથે તેનું બ્રેક અપ થઈ ચૂક્યું છે કે શું તેવી પણ ચર્ચા સોશિયલ મીડિયા પર જામી હતી.
આ અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે ઈબ્રાહિમ અને પલકે પોતાના સંબંધો કરતાં પોતપોતાની કેરિયર પર ધ્યાન આપવાનું નક્કી કર્યું છે. ઈબ્રાહિમને સૈફના પુત્ર તરીકે ફટાફટ ફિલ્મો મળી રહી છે જ્યારે પલક હજુ કોઈ સારો પ્રોજેક્ટ મેળવવા સંઘર્ષ કરી રહી છે.