Get The App

શહેનાઝ ગિલ આ ફેમસ સિંગર સાથે રિલેશનશિપમાં હોવાની અટકળોએ જોર પકડ્યુ

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
શહેનાઝ ગિલ આ ફેમસ સિંગર સાથે રિલેશનશિપમાં હોવાની અટકળોએ જોર પકડ્યુ 1 - image


Image Source: Facebook

મુંબઈ, તા. 06 જાન્યુઆરી 2024 શનિવાર 

બિગ બોસ 13 ફેમ શહેનાઝ ગિલ કરિયરમાં ખૂબ આગળ વધી ચૂકી છે. આજે મોટા-મોટા શો ઉપરાંત ફિલ્મો પણ કરી રહી છે અને મોટા-મોટા સ્ટાર્સના મોઢે તેનું નામ હોય છે.

સક્સેસ દરમિયાન તેના અફેરની પણ ચર્ચા થઈ રહી છે. થોડા સમય પહેલા તેનુ નામ રાઘવ જુયાલ સાથે જોડાઈ રહ્યુ હતુ. 

હવે શહેનાઝ અને ગુરુ રંધાવા વચ્ચે રિલેશન હોવાની ચર્ચાઓએ જોર પકડ્યુ છે. શહેનાઝ અને ગુરુ નવુ ગીત લઈને પણ આવી રહ્યા છે. ગીતનું ટાઈટલ 'સનરાઈઝ' છે. દરમિયાન બંનેનો એક લાઈવ ચેટ કરતો વીડિયો સામે આવ્યો છે, જેમાં શહેનાઝ અને ગુરુ ચાહકોના પ્રશ્નોના જવાબ આપતા જોવા મળી રહ્યા છે.

લાઈવ સેશન દરમિયાન એક ચાહકે શહેનાઝને કહ્યુ કે લગ્ન કરી લો. ચાહકની વાતનો જવાબ આપતા શહેનાઝ કહે છે કે બધા મારી પાછળ કેમ પડ્યા છો. હું શા માટે લગ્ન કરુ. ક્યારેય હું લગ્ન કરીશ નહીં. ગુરુ એક ચાહકની કમેન્ટ વાંચતા કહે છે કે બંને સાથે સારા લાગો છો. શહેનાઝ અને ગુરુનો આ વીડિયો જોઈને લોકો અટકળો લગાવી રહ્યા છે કે બંને રિલેશનશિપમાં છે. 

તાજેતરમાં જ શહેનાઝે પોતાના અપકમિંગ મ્યૂઝિક વીડિયોનું પ્રમોશન કરતા સિંગર સાથે રોમેન્ટિક ફોટો શેર કરી હતી. તે સાથે કેપ્શન પણ લખ્યુ હતુ. ફોટો અને કેપ્શન જોઈને એ કહેવાઈ રહ્યુ છે કે તેમણે પોતાનો સંબંધ કન્ફર્મ કરી દીધો છે. 


Google NewsGoogle News