ચિરંજીવીની પુત્રી શ્રીજો પતિથી છૂટી પડતી હોવાની અટકળ
- સોશ્યલ મીડિયા પરથી પતિ કલ્યાણનું નામ દૂર કરતા
- તો બીજી બાજુ મહાભારતમાં કૃષ્ણનું પાત્ર ભજવનાર નિતીશ ભારદ્વાજ પણ છૂટાછેડા લઇ રહ્યો છે
મુંબઇ : મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં હાલમાં પતિ-પત્નીના છૂટા પડવાના સમાચારો સતત આવી રહ્યા છે. એક જ દિવસમાં ત્રણ-ત્રણ સેલિબ્રિટીઓ છૂટી પડવાના રિપોર્ટસ છે. મંગળવારે ફિલ્મ દુનિયાના ત્રણ કપલ્સ છૂટા પડી રહ્યા હોવાની ચર્ચા છે. જેમાં ઐશ્વર્યા-ધનુષ, ચિરંજીવીની પુત્રી શ્રીજા-કલ્યાણ અને મહાભારત સિરીયલમાં કૃષ્ણનું પાત્ર ભજવીને લોકપ્રિયતા મેળવનાર નીતિશ ભારદ્વાજ પણ છૂટાછેડા લઇ રહ્યા છે.
શ્રીજાએ ઇન્સ્ટાગ્રામના હેન્ડલ પરથી પોતાનું નામ બદલતાં પતિ કલ્યાણથી છૂટી પડતી હોવાની અફવા છે. જોકે હજી આ વાત પર બન્ને જણાનો કોઇ પ્રતિભાવ આવ્યો નથી.
શ્રીજાએ માર્ચ ૨૦૧૬માં બેગલુરુમાં કલ્યાણ સાથે લગ્ન કર્યા હતા. શ્રીજાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પહેલા પતિ કલ્યાણનું નામ હતું. પરંતુ હવે તેને દૂર કરીને પિતાની અટક કોનિડેલા રાખી છે.ત્યારથી તેમની વચ્ચે સારા સંબંધો ન હોવાની અટકળો થઇ રહી છે.
રિપોર્ટના અનુસાર, ચિરંજીવીનો પરિવાર કલ્યાણથી અલગ થઇ રહ્યો છે. પરિવારે કલ્યાણની ફિલ્મ સુપર માચીના રિલીઝ પહેલા પ્રચારમાં હિસ્સો લીધો નહોતો તેમજ ફિલ્મ જોવા પણ ગયા નહોતા. આ ફિલ્મ મકરસંક્રાંતિના રિલીઝ થઇ હતી. સામાન્ય રીતે મેગા ફેમિલિ એક-બીજાની પ્રોફેસનલ લાઇફને પણ સપોર્ટ કરતી જોવા મળ્યું છે. પરંતુ આ વખતે આમ ન થયું હોવાથી બન્ને વચ્ચે સમૂસૂથરું ન હોવાના અણસારમ ળી રહ્યા છે. જોકે બન્ને તરફથી સત્તાવાર ઘોષણાની રાહ જોવાઇ રહી છે.
તો બીજી બાજુ મહાભારત સિરીયલમાં કૃષ્ણનું પાત્ર ભજવનાર નિતીશ ભારદ્વાજ પણ પત્નીથી છૂટો પડી રહ્યો છે. નિતીશની પત્ની સ્મિતા ગાતે આઇએએસ ઓફિસર છે. બન્નેએ સાલ ૨૦૧૯ની સપ્ટેબરના રોજ છૂટા પડવાનો નિર્ણય લીધો હતો. તેમને જોડકી પુત્રીઓ છે જે માતા સાથે હાલ ઇંદોરમાં રહે છે.
નિતીશે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, અમે સાલ ૨૦૧૯ના સપ્ટેબરના રોજ મુંબઇની ફેમિલી કોર્ટમાં ડિવોર્સ ફાઇલ કર્યો હતો. હાલ અમારો કેસ ફેમિલી કોર્ટમાં હોવાથી હું આ બાબતે વાત કરી શકુ એમ નથી.પરંતુ એટલું ચોક્કસ કહીશ કે ડિવોર્સ મોત કરતાં પણ વધુ દર્દભર્યું હોઇ શકે છે.આ સ્થિતિમાં તમે બધાથી અલગ થઇ જકતા હો છો અને વ્યક્તિને એકલવાયા હોવાની સતત લાગણી થાય છે.એટલું જ નહીંપતિ-પત્નીના છૂટા પડવાની સૌથી વધુ ખરાબ અસર સંતાનો પર પડતી હોય છે.
ઉલ્લેખનીય છે કે, નિતીશના ગીતા સાથેના આ બીજા લગ્ન છે.