Get The App

સાઉથની પ્રમોશન સ્ટાઈલઃરામ ચરણનું 256 ફૂટ ઊંચું કટઆઉટ

Updated: Dec 31st, 2024


Google NewsGoogle News
સાઉથની પ્રમોશન સ્ટાઈલઃરામ ચરણનું 256 ફૂટ ઊંચું કટઆઉટ 1 - image


'આરઆરઆર' ફિલ્મથી જાણીતા રામ ચરણની નવી ફિલ્મ 'ગેમ ચેન્જર' તા. ૧૦મી જાન્યુઆરીએ રીલિઝ થવાની છે. તેના પ્રમોશન માટે તેના ચાહકોએ વિજયવાડામાં રામ ચરણનું ૨૫૬ ફૂટ ઊંચું કટઆઉટ બનાવ્યું છે. ભારતના કોઈપણ હિરો માટે બનેલું આ સૌથી ઊંચું કટઆઉટ હોવાનું કહેવાય છે. 

અગાઉ પ્રભાસની 'સાલાર' ફિલ્મ રીલિઝ થવાની હતી ત્યારે તેના જન્મદિવસ વખતે તેનું ૨૩૦ ફૂટ ઊંચું કટઆઉટ બનાવાયું હતું. 'કેજીએફ'ના હિરો યશનું ૨૩૬ ફૂટ ઊંચું કટઆઉટ બની ચૂક્યું છે. સાઉથના અન્ય સ્ટાર સૂર્યાનું ૨૧૫ ફૂટનું કટઆઉટ બનાવાયું હતું. 

શંકર દ્વારા  દિગ્દર્શિત 'ગેમ ચેન્જર' ફિલ્મમાં કિયારા અડવાણી રામ ચરણની હિરોઈન છે. 

થોડા દિવસો પહેલાં આ ફિલ્મના એક ગીતના શૂટિંગ વખતના વીડિયો શેર કરતી વખતે કિયારાએ રેપ કેસમાં ફસાયેલા ડાન્સ ડાયરેક્ટર જાની માસ્ટરની પ્રશંસા કરતાં ચાહકો તેના પર ભારે રોષે ભરાયા હતા. બાદમાં કિયારાએ તેની સોશિયલ મીડિયા પોસ્ટ એડિટ કરવી પડી હતી. 


Google NewsGoogle News