સાઉથની ફેમસ એક્ટ્રેસ નયનતારા હવે બોલીવુડમાં નહીં કરે કામ! શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન' છે તેનું કારણ?

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
સાઉથની ફેમસ એક્ટ્રેસ નયનતારા હવે બોલીવુડમાં નહીં કરે કામ! શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન' છે તેનું કારણ? 1 - image


                                                           Image Source: Facebook

મુંબઈ, તા. 11 નવેમ્બર 2023 શનિવાર

શાહરુખ ખાન, નયનતારા, વિજય સેતુપતિ અને દીપિકા પાદુકોણની ફિલ્મ જવાન હજુ પણ ચર્ચામાં છે. આખરે આ ફિલ્મે બમ્પર કમાણી કરી છે. હવે તેની ચર્ચા બીજા કારણે થઈ રહી છે. તે છે નયનતારા, કહેવાય રહ્યુ છે કે નયનતારા હવે કોઈ હિંદી મૂવી કરશે નહીં. 

નયનતારા સાઉથની ફેમસ એક્ટ્રેસ છે. તેમને લેડી સુપરસ્ટાર કહેવામાં આવે છે. એવુ પણ કહેવાય છે કે જેવો ક્રેઝ રજનીકાંતને લઈને છે, તેવો જ ક્રેઝ નયનતારા માટે પણ જોવા મળે છે. નયનતારાએ એટલીની મૂવી જવાનથી બોલીવુડમાં ડેબ્યૂ કર્યુ. તેમણે શાહરૂખ ખાનની વાઈફ નર્મદાનો રોલ ભજવ્યો હતો. જોકે, હવે ખબર આવી રહી છે કે જવાનની સક્સેસની ક્રેડિટ ન મળવાથી એક્ટ્રેસ નારાજ છે. એ પણ કહેવાય રહ્યુ છે કે તે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં જ કામ કરશે અને હવે કોઈ હિંદી મૂવી કરશે નહીં. રિપોર્ટ અનુસાર જવાન મૂવી શાહરૂખ ખાન અને નયનતારાની ફિલ્મ હતી પરંતુ તેની મોટાભાગની ક્રેડિટ શાહરૂખ અને શાહરૂખ-દીપિકાને આપવામાં આવી રહી છે. 

ચાહકો છે નારાજ

આ કારણે નયનતારા અને તેમના ચાહકો ખુશ નથી. ચાહકોનું કહેવુ છે કે જે રોલ નયનતારાને ઓફર કરવામાં આવ્યો હતો, તેને નાનો કરી દેવાયો છે. જવાનમાં દીપિકાનો કેમિયો હતો. 

સંજય લીલા ભણસાલી સાથે ચાલી રહી હતી વાત 

રિપોર્ટ અનુસાર નયનતારાએ હવે નિર્ણય કર્યો છે કે તે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં જ કામ કરશે. હવે તે કોઈ બોલીવુડ ફિલ્મ કરશે નહીં. નયનતારાને સંજય લીલા ભણસાલીની ઓફિસ બહાર સ્પોટ કરવામાં આવી હતી જે બાદ એ અટકળો લગાવવામાં આવી કે તે ભણસાલીની ફિલ્મમાં નજર આવશે. બંને વચ્ચે બૈજૂ બાવરાને લઈને વાતચીત ચાલી રહી હતી.

નયનતારાની અપકમિંગ મૂવી

નયનતારાને અપકમિંગ મૂવી ઈરાઈવનમાં જોવામાં આવશે, જે તમિલ ફિલ્મ છે. કહેવાય રહ્યુ છે કે નયનતારાએ આ મૂવી માટે 10 કરોડ રૂપિયા ફી લીધી છે. તેણે જવાન માટે પણ આટલા જ રૂપિયા ચાર્જ કર્યા હતા. 


Google NewsGoogle News