Get The App

સાઉથ સુપરસ્ટારની 'ગેમ ચેન્જર' ની કમાણીના આંકડા ફેક, જાણો જાણીતા ફિલ્મ ડિરેક્ટરે શું કહ્યું

Updated: Jan 16th, 2025


Google NewsGoogle News
સાઉથ સુપરસ્ટારની 'ગેમ ચેન્જર' ની કમાણીના આંકડા ફેક, જાણો જાણીતા ફિલ્મ ડિરેક્ટરે શું કહ્યું 1 - image


Image: Facebook

Game Changer Box Office Collection: રામચરણ અને કિયારા અડવાણીની 'ગેમ ચેન્જર' ફિલ્મના નિર્માતાઓએ દાવો કર્યો છે કે ફિલ્મે પહેલા જ દિવસે દુનિયાભરમાં 186 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જોકે, ટ્રેડ પંડિતોના જણાવ્યા અનુસાર આ આંકડો 70 કરોડનો પણ હોવા વિશે શંકાઓ છે. હવે નિર્માતા-દિગ્દર્શક રામ ગોપાલ વર્માએ ટ્વીટ કરીને આ ફિલ્મના બોક્સ ઓફિસ કમાણીના આંકડા ખોટી રીતે દાખવવામાં આવ્યા હોવાની આલોચના કરી છે. તેણે સ્પષ્ટ કહ્યું છે કે 'આ ફિલ્મના બોક્સ ઓફિસના આંકડામાં ફ્રોડ આચરવામાં આવ્યું છે. બાહુબલી, આરઆરઆર, કેજીએફ ટુ જેવી ફિલ્મોના આંકડા નીચા દેખાય તે માટે જાણીજોઈને ગેમ ચેન્જર વિશે ખોટા દાવા કરવામાં આવી રહ્યાં છે.' બીજા અનેક ટ્રેડ નિષ્ણાતોએ પણ ગેમ ચેન્જર ના આંકડા વિશે શંકાઓ વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે નિર્માતાઓ ખોટી વિગતો આપી રહ્યા છે. 

આ પણ વાંચો: ગેમ ચેન્જર ફલોપ થતાં કિયારાની કારકિર્દી પર સંકટનાં વાદળો

રામ ગોપાલ વર્માએ પોતાના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર લખ્યુ, 'એસ એસ રાજામૌલી અને સુકુમારે પોતાની ફિલ્મોના વાસ્તવિક કલેક્શનથી તેલુગુ સિનેમાને એક નવી ઊંચાઈ પર પહોંચાડી દીધું. ફિલ્મોના કલેક્શનથી બોલિવૂડના લોકો પણ અચંબિત થઈ ગયા હતા પરંતુ ગેમ ચેન્જરની પાછળના લોકોએ સફળતાપૂર્વક એ સાબિત કરી દીધું કે સાઉથની ફિલ્મો ફ્રોડ કરવામાં ખૂબ જ શાનદાર છે.'


Google NewsGoogle News