સાઉથ સુપરસ્ટાર યશ 8 ડિસેમ્બરે તેની આગામી ફિલ્મના નામનું એલાન કરશે, સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ

Updated: Dec 4th, 2023


Google NewsGoogle News
સાઉથ સુપરસ્ટાર યશ 8 ડિસેમ્બરે તેની આગામી ફિલ્મના નામનું એલાન કરશે, સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ 1 - image


Image Source: Facebook

મુંબઈ, તા. 04 ડિસેમ્બર 2023 સોમવાર

બ્લોકબસ્ટર ફિલ્મ કેજીએફ ફેમ અભિનેતા યશની આગામી ફિલ્મની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એક્ટરના આગામી પ્રોજેક્ટને લઈને નવી જાણકારી સામે આવી છે. તેઓ ટૂંક સમયમાં જ તેના નામનું એલાન કરશે. હાલ આ ફિલ્મને 'યશ 19' કહેવામાં આવી રહ્યુ છે. અભિનેતા આ મહિને આઠ તારીખે આ ફિલ્મના નામ પરથી પડદો ઉઠાવશે. આ ફિલ્મ કેવીએન પ્રોડક્શનની ભાગીદારીથી બનશે. 

'કેજીએફ: ચેપ્ટર 2' ની સફળતા બાદથી યશે પોતાના આગામી પ્રોજેક્ટને લઈને મૌન સાધ્યુ છે. ઉતાવળમાં કોઈ ફિલ્મનું એલાન કરવાના બદલે તેમણે ક્વોલિટી વર્કની પસંદગી કરી છે. અભિનેતા હવે આઠ ડિસેમ્બર 2023એ પોતાના આગામી પ્રોજેક્ટનું એલાન કરશે. અત્યાર સુધી તેમના પ્રોજેક્ટને યશ 19 કહેવામાં આવી રહ્યો હતો. જ્યારથી અભિનેતાની આગામી ફિલ્મના નામથી જોડાયેલી જાણકારી સામે આવી છે ત્યારથી સોશિયલ મીડિયા પર #Yash19 ટ્રેન્ડ કરી રહ્યુ છે. 

યશે પોતાના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી એક પોસ્ટર શેર કર્યુ છે. જેમાં પ્રશ્નાર્થ ચિહ્ન લાગેલુ છે અને આ સાથે લખ્યુ છે, 'આઠ ડિસેમ્બરે ટાઈટલનું એલાન થશે'. અભિનેતાએ કેપ્શનમાં લખ્યુ છે, 'સમય આવી ગયો છે! આઠ ડિસેમ્બરે સવારે 09.55 મિનિટે. અમારી સાથે જોડાયેલા રહો' આ ફિલ્મ કેવીએન પ્રોડક્શન્સના બેનર હેઠળ બનશે. 

અભિનેતાની આ પોસ્ટ પર યૂઝર્સની કમેન્ટ આવી રહી છે. એક યૂઝરે લખ્યુ, ડિસેમ્બર ખૂબ શાનદાર રહેવાનો છે. એક અન્ય યૂઝરે લખ્યુ, વધુ એક 1000 કરોડ વાળી મૂવી આવવાની છે. એક યૂઝરે લખ્યુ, આખો દેશ રાહ જોઈ રહ્યો છે. રોકી ભાઈ તમને સલામ. અભિનેતાના ચાહકે લખ્યુ, સારી વસ્તુઓમાં સમય લાગે છે અને એવી જ શાનદાર વસ્તુનું એલાન 8 ડિસેમ્બરે થવાનું છે. 


Google NewsGoogle News