દક્ષિણનો સુપરસ્ટાર થલાપતિ વિજય ભારતનો સૌથી વધુ ફી લેનારો અભિનેતા
- આગામી ફિલ્મ માટે રૂપિયા 200 કરોડનું મહેનતાણું લીધું હોવાની ચર્ચા
મુંબઇ : સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી બોલીવૂડને હંફાવી રહી છે. સાઉથનો સુપરસ્ટાર થલાપતિ વિજયને લઇને સમાચાર છે કે, તે ભારતનો સૌથી વધુ ફી લેનારો એકટર બની ગયો છે. કહેવાય છે તે પોતાની એક ફિલ્મ માટે રૂપિયા ૨૦૦ કરોડ ચાર્જ કરે છે. તેના માટે એવી ચર્ચા છે કે, નિર્માતાઓ તેની ડિમાન્ડ પ્રમાણે ફી આપવા માટે તૈયાર હોય છે. મીડિયા રિપોર્ટસમાં જણાવામાં આવ્યું છે કે, થલાપતિ વિજયે પોતાની આગામી ફિલ્મ માટે ૨૦૦ કરોડ રૂપિયા ફી ચાર્જ કરી છે. તેનો આગામી પ્રોજેક્ટ સાઉથ ઇન્ડસ્ટ્રીના જાણીતા દિગ્દર્શક વેંકટ પ્રભુ સાથેનો છે. આ ફી તેને એજીએસ એન્ટરટેઇનમેન્ટ દ્વારા આપવામાં આવી છે. જોકે થલાપતિ વિજયે આ બાબતે પુષ્ટિ કરી નથી. ઉલ્લેખનીય છે કે,એજીએસ એન્ટરટેઇનમેન્ટ કંપનીની ૨૦૧૯માં થલાપતિ વિજયની રીલીઝ થયેલી ફિલ્મ બિગિલનું નિર્માણ કર્યું હતું.