ધૂમ 4ના વિલનના રોલ માટે સાઉથના સૂપરસ્ટાર સૂર્યાનો સંપર્ક

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
ધૂમ 4ના વિલનના રોલ માટે સાઉથના સૂપરસ્ટાર સૂર્યાનો સંપર્ક 1 - image


મુંબઇ: યશરાજ ફિલ્મસ ધૂમ ૪ની તૈયારી કરી રહ્યું છે. તેવામાં આ ફિલ્મને લઇને અપડેટ છે કે, ધૂમ ૪ના  વિલન માટે યશરાજ ફિલ્મસની નજર સાઉથના સુપરસ્ટાર સૂર્યા પર પડી છે. અભિનેતાના નજીકના સૂત્રે જણાવ્યું હતું કે, યશરાજ ફિલ્મસની ટીમ સૂર્યા સાથે ધૂમ ૪માં વિલનના રોલ માટે વાતચીત કરી રહી છે. જોકે હજી તેમની વાતચીત પ્રારંભિક સ્ટેજમાં છે અને જલદી જ તેના પર અંતિમ નિર્ણય લેવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે,ધૂમ ફિલ્મમાં વિલનના રોલમાં જોન અબ્રાહમ જોવા મળ્યો હતો. ત્યાર પછી ધૂમ ૨માં ઋતિક રોશને ચોરની ભૂમિકા ભજવી હતી અને ધૂમ ૩માં આમિર ખાને વિલનની બેવડી ભૂમિકા નિભાવી હતી. હવે ચોથા ભાગ માટે સાઉથના અભિનેતા સૂર્યા સાથે વાતચીત ચાલી રહી છે. 

અન્ય એક રિપોર્ટના અનુસાર, અભિષેક બચ્ચન અને ઉદય ચોપરાનો રોલ ફિક્સ છે. જ્યારે ચોર અને તેની ગર્ભફ્રેન્ડના પાત્રને દરેક સીકવલમાં નવો ચહેરા હોય છે. 



Google NewsGoogle News