અલ્લુ અર્જુનના ઘરે ફિલ્મી સિતારાઓનો જમાવડો, વિજય દેવરકોંડા-નાગા ચૈતન્યએ કરી મુલાકાત
Allu Arjun: 'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુન ઘરે પાછો આવી ગયો છે. હૈદરાબાદના ચંચલગુડા સેન્ટ્રલ જેલમાં એક રાત વિતાવ્યા બાદ ઘરે પરત ફર્યો છે. અહીં તેઓએ પોતાની પત્ની સ્નેહા રેડ્ડી અને બાળકોને મળતા જોવા મળ્યો. પત્ની અલ્લુ અર્જૂનને જોતા જ તેને ભેટી પડી, વળી બાળકના ઘર પર સાઉથ સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો છે. નાગા ચૈતન્ય, રાણા દગ્ગુબતી સહિત ઘણાં સ્ટાર અલ્લુ અર્જૂનને તેના ઘરે મળવા પહોંચ્યા હતાં.
અલ્લુ અર્જુનને મળવા પહોંચ્યા સ્ટાર
અલ્લુ અર્જુનને મળવા માટે તેની ફિલ્મ 'પુષ્પા 2' ના ડિરેક્ટર સુકુમાર પહોંચ્યા હતાં. સાથે જ ફિલ્મના પ્રોડ્યુસર વાઈ રવિ શંકર અને નવીન યરનેની પણ સાથે હતાં. એક્ટર અને ડિરેક્ટરનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેમને વાતચીત કરતા જોઈ શકાય છે. એક્ટર નાગા ચૈતન્ય, રાણા દગ્ગુબતી અને વિજય દેવરકોંડા પણ અલ્લુ અર્જુનને મળવા પહોંચ્યા હતાં. સુપરસ્ટાર ચિરંજીવીની પત્ની સુરેખા કોણિદેલે પણ અલ્લુ અર્જુનની મુલાકાત કરી હતી.
શું છે સમગ્ર મામલો?
4 ડિસેમ્બરે સાઉથ ઇન્ડિયન સ્ટાર અલ્લુ અર્જુનની પુષ્પા-2 ફિલ્મની ચોથી ડિસેમ્બરે હૈદરાબાદમાં સંધ્યા થિયેટરમાં યોજાયેલી સ્ક્રીનિંગમાં ભારે ભીડ ઉમટી પડી હતી. એ વખતે ચાહકો અલ્લુ અર્જુનની એક ઝલક જોવા ઉમટી પડતાં નાસભાગ થઈ હતી. આ દરમિયાન એક 35 વર્ષીય મહિલાનું મોત થયું હતું, જ્યારે તેનો નવ વર્ષનો પુત્ર બેભાન થઈ ગયો હતો. આ મામલે અલ્લુ અર્જુન વિરુદ્ધ પણ કેસ નોંધાયો છે. જેમાં મહિલાના પરિવારે ફરિયાદ કરતાં અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ, થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105, 118 (1) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.
નોંધનીય છે કે, આ ઘટનામાં દિલસુખનગરમાં રહેતી 35 વર્ષીય રેવતી તેના પતિ અને બે બાળકોમાં એક 9 વર્ષીય શ્રીતેજ અને 7 વર્ષીય સાન્વિકા સાથે સંધ્યા થિયેટર ફિલ્મ જોવા ગઈ હતી. આ દરમિયાન નાસભાગ મચી જતાં રેવતી અને તેનો નવ વર્ષનો પુત્ર બેભાન થઈ ગયા હતા. ત્યાર પછી પોલીસે તુરંત જ માતા અને પુત્રને વિદ્યાનગરના દુર્ગાભાઈ દેશમુખ હૉસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં ડૉક્ટરે રેવતીને મૃત જાહેર કરી હતી. જ્યારે બાળકની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે KIMS હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અલ્લુ અર્જુને મૃતક મહિલાના પરિવારજનોને 25 લાખ રૂપિયાની સહાયની પણ જાહેરાત કરી હતી.
આ મામલે 13 ડિસેમ્બરે એક્ટરની ધરપકડ કરવામાંઆવી હતી. આ મામલે લોઅર કોર્ટમાં સુનાવણી થઈ, જ્યાં અલ્લુ અર્જુને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો. ત્યારબાદ મામલો તેલંગાણા હાઈકોર્ટ પહોંચ્યો, જ્યાં તેને 50 હજાર પર્સનલ બોન્ડ પર વચગાળાની જામીન આપવામાં આવી. હાઈકોર્ટની કૉપી જેલ પ્રશાસન સુધી ન પહોંચતા અલ્લુ અર્જુનને શુક્રવારે, 13 ડિસેમ્બરની રાત સેન્ટ્રલ જેલમાં જ વિતાવવું પડ્યું. 14 ડિસેમ્બરની સવારે તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. એક્ટરના પિતા અલ્લુ અર્જુન અને સસરા કંચરલા ચંદ્રશેખર રેડ્ડી તેને રિસીવ કરવા પહોંચ્યા હતાં. અલ્લુ અર્જુનની મુક્તિથી તેના ફેન્સ ખૂબ જ ખુશ છે.
જેલથી બહાર આવી અલ્લુ અર્જુને કહી આ વાત
જેલની બહાર નીકળ્યા બાદ અલ્લુ અર્જુને મીડિયા સાથે વાતચીત કરી. તેણે કહ્યું, ચિંતાની કોઈ વાત નથી. હું ઠીક છું. હું કાયદા પર વિશ્વાસ રાખું છું. કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે તો હું આ દરમિયાન કોઈ કોમેન્ટ નહીં કરૂં. હું કાયદાનું પાલન કરનારો નાગરિક છું. હું પોલીસ સાથે સહયોગ કરીશ.