સાઉથના મેગા પ્રિન્સ અભિનેતા વરૂણ તેજે અભિનેત્રી લાવણ્યા લગ્ન ગ્રંથીથી જોડાયા

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
સાઉથના મેગા પ્રિન્સ અભિનેતા વરૂણ તેજે અભિનેત્રી લાવણ્યા લગ્ન ગ્રંથીથી જોડાયા 1 - image


મુંબઇ,તા. 2 નવેમ્બર 2023, ગુરુવાર

સાઉથ સુપરસ્ટાર વરૂણ તેજે દેવરાજ અને કિરણ ત્રિપાઠીની દિકરી લાવણ્યા ત્રિપાઠી સાથે ઈટલીના ટસ્કનીમાં બોર્ગો સેન ફેલિસ રિસોર્ટમાં લગ્ન કર્યા છે. વરૂણ અને લાવણ્યાના લગ્નની તસવીરો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

મેગા પ્રિન્સ વરુણ તેજ અને લાવણ્યા ત્રિપાઠીના લગ્નની તસવીરોમાં બંને ખુબ જ અદ્ભુત લાગી રહ્યાં છે. લાવણ્યાએ પરંપરાગત લાલ રંગની સાડી પહેરી હતી.માથઆ પર લાલ રંગનો દુપટ્ટો કેરી કર્યો છે.

સાઉથ ઈન્ડસ્ટ્રીના આ મેગા વેડિંગનો ભાગ બનાવા માટે મેગા સ્ટાર ચિરંજીવી, અલ્લુ અર્જુન અને રામ ચરણ જેવા સ્ટાર્સ પરિવાર સાથે ઈટાલી પહોંચ્યા હતા.  આ લગ્નમાં 150 જેટલા મહાનુભાવોએ હાજરી આપી હતી. લગ્ન પહેલા વરૂણ લાવણ્યાની કોકટેલ પાર્ટી અને સંગીત સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું.

વરૂણ અને લાવણ્યાની પહેલી મુલાકાત વર્ષ 2017માં તેલુગુના ફિલ્મ મિસ્ટરના સેટ પર થઈ હતી.. શૂટિંગ દરમિયાન બંને વચ્ચે મિત્રતા થઈને મિત્રતા પ્રેમમાં ફેરવાઈ હતી.


Google NewsGoogle News