સાઉથના સ્ટાર સુરિયાએ મુંબઈમાં 70 કરોડનો ફલેટ ખરીદ્યો
- ચેન્નઈને બદલે મુંબઈ રહી કારકિર્દી જમાવશે
- પત્ની જ્યોતિકાના આગ્રહથી હવે બોલીવૂડ ઉપરાંત ઓટીટીમાં વધુ સારી તકો મેળવવા માટે પગલું
મુંબઈ : 'જય ભીમ' તથા 'સૂરારાઈ પોટરુ' જેવી ફિલ્મોથી જાણીતા નેશનલ એવોર્ડ વિજેતા સ્ટાર સુરિયાએ હવે ચેન્નઈ છોડીને મુંબઈમાં વસવાટ કરવાનું નક્કી કર્યું છે. આ માટે તેણે મુંબઈમાં ૭૦ કરોડનો ફલેટ ખરીદ્યો છે.
સૂરિયાએ આશરે ૯૦૦૦ ચોરસ ફૂટનો ફલેટ એક પોશ સોસાયટીમાં ખરીદ્યો છે. આ સોસાયટીમાં રાજકારણ, બોલીવૂડ તથા અન્ય ક્ષેત્રોની હસ્તીઓ પણ વસવાટ કરે છે.
સાઉથના ફિલ્મી વર્તુળોમાં ચર્ચા અનુસાર સુરિયાની પત્ની જ્યોતિકાએ તેને પોતાનો બેઝ મુંબઈ શિફ્ટ કરવા સલાહ આપી હતી. તેના મતે મુંબઈ રહીને બોલીવૂડ તથા ઓટીટીમાં પણ વધારે પડકાર રુપ ભૂમિકાઓ મેળવી શકાય છે.
હાલ સાઉથના મોટા સ્ટાર્સ પાન ઈન્ડિયા ફિલ્મો કરી રહ્યા છે અને બોલીવૂડના મોટા સ્ટાર્સ સાઉથના સર્જકોની ફિલ્મોમાં કામ કરવા દોટ લગાવી રહ્યા છે ત્યારે સૂરિયાનો આ નિર્ણય આશ્ચર્યજનક છે.
જોકે, સાઉથના વર્તુળોમાં ચર્ચા અનુસાર સુરિયા પાસે બોલીવૂડ અથવા તો ઓટીટીની કોઈ બહુ મોટી સારી ઓફરો હોવી જોઈઅ. હવે તે અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોવાય છે.