મુંબઈ પહોંચેલી રશ્મિકાને એરપોર્ટ પર ફેન્સે ઘેરી લીધી, પછી જુઓ શું થયું

Updated: Nov 22nd, 2023


Google NewsGoogle News
મુંબઈ પહોંચેલી રશ્મિકાને એરપોર્ટ પર ફેન્સે ઘેરી લીધી, પછી જુઓ શું થયું 1 - image


નવી મુંબઇ,તા. 22 નવેમ્બર 2023, બુધવાર 

સાઉથની અભિનેત્રી અને નેશનલ ક્રશ રશ્મિકા મંદન્ના, જે તાજેતરમાં તેના ડીપફેક વિડીયોને કારણે ચર્ચામાં હતી, તે તેની આગામી ફિલ્મ 'એનિમલ'ની રિલીઝની તૈયારી કરી રહી છે. એકટ્રેસ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે રશ્મિકા મંદન્ના પોતાની ફિલ્મના ટ્રેલર લોન્ચ ઈવેન્ટ માટે મુંબઈ પહોંચી હતી. આ સમય દરમિયાન, તે એરપોર્ટ પર ચાહકોએ તેને જોતા જ ઘેરી લીધી હતી. સ્થિતિ એવી છે કે રશ્મિકા બરાબર ચાલી પણ શકતી નથી. ફેન્સ અભિનેત્રી સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.

ભારે ભીડ જોઇને પણ  રશ્મિકા શાંત રહીને પોતાના ફેંન્સને સેલ્ફી આપતી જોવા મળી હતી. તેણે તમામ ચાહકો સાથે ફોટોગ્રાફ્સ માટે પોઝ આપ્યો. એટલું જ નહીં, અભિનેત્રીએ પાપારાઝીને પણ પોઝ આપ્યો હતો. એરપોર્ટ પર રશ્મિકાનો સિંપલ લુક જોવા મળ્યો હતો. જેમાં તે ક્યુટ લાગી રહી હતી.  

એક વીડિયોમાં રશ્મિકા એરપોર્ટ પર ઘણા બધા ફેંન્સે સાથે તસવીરો અને સેલ્ફી લેતી જોઈ શકાય છે. ફેન્સ તેમની ફેવરિટ એક્ટ્રેસ સાથે તસવીરો ક્લિક કર્યા બાદ ખુશીથી ઝુમતા જોવા મળ્યા હતા. 


Google NewsGoogle News