ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મના એક્ટરનું 48 વર્ષની વયે અવસાન, ઘરની પાસે પાર્ક કરેલી કારમાંથી મળ્યો મૃતદેહ

પેરાસાઈટ ઓસ્કાર જીતનારી પ્રથમ સાઉથ કોરિયન ફિલ્મ હતી

Updated: Dec 27th, 2023


Google NewsGoogle News
ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મના એક્ટરનું 48 વર્ષની વયે અવસાન, ઘરની પાસે પાર્ક કરેલી કારમાંથી મળ્યો મૃતદેહ 1 - image
Image:Social Media

Parasite Actor found dead in Car : ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મ પેરાસાઈટના એક્ટર લી સુન ક્યુનનું 48 વર્ષની વયે શંકાસ્પદ સંજોગોમાં અવસાન થયું છે. પોલીસને તેનો મૃતદેહ તેના ઘર પાસે મળી આવ્યો હતો.

એક્ટરનો મૃતદેહ વારયોંગ પાર્કમાં પાર્ક કરેલી કારમાંથી મળી આવ્યો હતો

સાઉથ કોરિયન ઓથોરિટીના જણાવ્યા મુજબ લિ સુન ક્યુન એક ડ્રગ કેસમાં ફસાયો હતો. કે-મીડિયા અનુસાર એક્ટરનો મૃતદેહ વારયોંગ પાર્કમાં પાર્ક કરેલી કારમાંથી મળી આવ્યો હતો. પોલીસને ફરિયાદ મળી હતી કે એક મહિલાએ ઇમરજન્સી કોલ કરીને જાણ કરી હતી કે તેનો પતિ ઘર છોડીને ગયો છે અને એક ચિઠ્ઠી પાછળ છોડી ગયો છે, જેમાં આત્મહત્યાના સંકેતો હતા. બાદમાં પોલીસે પુષ્ટિ કરી કે આ મૃતદેહ લી સુન ક્યૂનનો છે. 

કારની અંદર મળ્યા પુરાવા

કારની અંદરથી કોલસો સળગાવવાના પુરાવા પણ મળ્યા છે, જે આત્મહત્યા તરફ ઈશારો કરે છે. પોલીસના જણાવ્યા અનુસાર તેણે જે ચિઠ્ઠી છોડી છે તે કાં તો સ્યુસાઈડ નોટ છે અથવા તેની પત્ની માટે વસિયત છે. ફિલ્મ પેરાસાઈટ ઉપરાંત લી સુન ક્યુને સ્લીપ, કોફી પ્રિન્સ અને અ હાર્ડ ડે જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતુ. ડ્રગ કેસમાં ફસાયા બાદ તેના હાથોમાંથી ઘણી ફિલ્મો છીનવાઈ ગઈ હતી.

ઓસ્કાર જીતનારી પ્રથમ સાઉથ કોરિયન ફિલ્મ હતી પેરાસાઈટ

વર્ષ 2019માં રિલીઝ થયેલ ફિલ્મ પેરાસાઈટને 92માં એકેડેમી એવોર્ડ્સમાં 4 ઓસ્કાર એવોર્ડ મળ્યા હતા. જેમાં બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે અને બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મના એવોર્ડ સામેલ છે. આ ફિલ્મ ઓસ્કાર જીતનારી પ્રથમ સાઉથ કોરિયન ફિલ્મ હતી.

ઓસ્કાર એવોર્ડ વિજેતા ફિલ્મના એક્ટરનું 48 વર્ષની વયે અવસાન, ઘરની પાસે પાર્ક કરેલી કારમાંથી મળ્યો મૃતદેહ 2 - image


Google NewsGoogle News