Get The App

સાઉથના સુપર સ્ટાર મોહનલાલ હોસ્પિટલમાં દાખલ, શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News
Actor Mohanlal


Mohanlal Admitted To Hospital: સાઉથ સુપરસ્ટાર મોહનલાલ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. મોહનલાલને શ્વાસ લેવામાં તકલીફ પડતા કોચીના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અભિનેતા ભારે તાવ અને સ્નાયુઓના દુખાવાથી પણ પીડાઇ રહ્યો છે. મોહનલાલની સારવાર કરી રહેલાં ડોક્ટર મુજબ તેને વાયરલ રેસ્પિરેટી ઇન્ફેક્શન થયું છે. હાલ અભિનેતા ધીરે-ધીરે સ્વસ્થ થઇ રહ્યો છે, તેને પાંચ દિવસ સુધી જાહેર સ્થળોની મુલાકાત ટાળવાની પણ સલાહ આપવામાં આવી છે.

ચાહકો ચિંતિત થયા

અભિનેતાના સ્વાસ્થ્ય અંગે જાણ થતાં તેના ચાહકો ચિંતિત થયા છે. સોશિયલ મીડિયા પર તેના ચાહકો તેના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. જો કે, ચિંતાની કોઇ વાત નથી, અભિનેતા હવે ધીરે-ધીરે સ્વસ્થ થઇ રહ્યો છે, પરંતુ તેને કેટલાક દિવસ ઘર પર આરામ કરવાની સલાહ આપવામાં આવી છે અને જાહેર સ્થળોની મુલાકાત ટાળવા તેમજ સાવચેત રહેવા પણ જણાવવામાં આવ્યું છે.

'બેરોઝ'માં દેખાશે અભિનેતા

મોહનલાલે તાજેતરમાં જ તેની ફિલ્મ એલ2: એમપુરાનની શૂટિંગ ખતમ કરી છે અને હવે તે તેની અપકમિંગ ફિલ્મ બેરોઝમાં દેખાશે. આ ફિલ્મમાં તે મુખ્ય પાત્રની ભૂમિકા ભજવવા ઉપરાંત ડાયરેક્ટર પણ છે. તેમની આ ફિલ્મ આ વર્ષે 2 ઓક્ટોબરે રિલીઝ થશે.


Google NewsGoogle News