Get The App

સાઉથ હાર્ટથ્રોબ વિજય દેવરકોંડા પ્રેમલગ્ન કરશે

Updated: Mar 31st, 2024


Google NewsGoogle News
સાઉથ હાર્ટથ્રોબ વિજય દેવરકોંડા પ્રેમલગ્ન કરશે 1 - image


- પરંતુ રશ્મિકા સાથે ડેટની અફવા પર ચૂપકિદી સાધી

મુંબઇ : વિજય દેવરકોડાએ હાલમાં પોતાના લગ્ન અને પિતા બનવાના ભવિષ્યના પ્લાન વિશે વાત કરી હતી. પોતાની આગામી ફિલ્મના પ્રમોશન દરમિયાન તામિલનાડુમાં વિજયે પોતાના લવ મરેજ હશે તેમ કહ્યું  હતું  જોકે સાથેસાથે તેમાં તે  પેરન્ટસની મંજુરી પણ લેશે. જોકે તેણે રશ્મિકા મંદાના સાથેના સંબંધની અફવા વિશે એક હરફ પણ  ઉચ્ચાર્યો નહોતો. સાથેસાથે વિજય દેવરકોંડાએ સ્પષ્ટ કહી દીધું હતુ ંકે, તેને સગાઇ-લગ્ન કરવાની કોઇ ઉતાવળ નથી. મને એવું લાગે છે કે, મીડિયાકર્મીઓ દર બે વરસે મારા લગ્ન કરાવા માંગે છે. મારા લગ્નની અફવા હું દર વરસે સાંભળું  છું.  

વિજયને તેના રોમેન્ટિક સંબંધો વિશે પુછતાં  તેણે જણાવ્યુ ંહતું કે, તે પોતાની ફિલ્મ ડિયર કોમરેડના  સહ-કલાકારે સાથે રોમેન્ટિક રીતે જોડાયેલો છે. ઉલ્લેખનીય છે કે, વિજય અને રશ્મિકાએ ડિયર કોમરેડ ફિલ્મમાં સાથે કામ કર્યું છે. સાથેસાથે તેણે એમ પણ કહ્યું હતું કે,તે તેના માતા-પિતા તેમજ ભાઇ સાથે પણ ખાસ સંબંધમાં છે. 


Google NewsGoogle News