Get The App

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતાનું 57 વર્ષની વયે નિધન, ચાહક-પરિજનો શોકગ્રસ્ત

Updated: Feb 10th, 2025


Google NewsGoogle News
સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતાનું 57 વર્ષની વયે નિધન, ચાહક-પરિજનો શોકગ્રસ્ત 1 - image


Image Source: Twitter

South Actor Ajith Vijayan  Passes Away: સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. મલયાલમ ફિલ્મોના જાણીતા અભિનેતા અજિત વિજયનનું 57 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું છે. તેમણે કોચ્ચિમાં અંતિમ શ્વાસ લીધા છે. તેઓ 'ઓરુ ઈન્ડિયન પ્રણયકથા', 'અમર અકબર એન્થોની', 'બેંગ્લોર ડેઝ' અને 'અંજુ સુંદરીકલ' (કુલ્લંતે ભાર્યા) જેવી સુપરહિટ ફિલ્મોમાં પોતાના શ્રેષ્ઠ અભિનય માટે જાણીતા હતા. અજિતે સિનેમા અને ટેલિવિઝન બંનેમાં લીડ રોલ પ્લે કર્યો હતો. તેમણે પોતાના કરિયરમાં અનેક ટીવી શો અને ફિલ્મોમાં શાનદાર કામ કરીને પોતાની એક અલગ ઓળખ બનાવી હતી. ફેમિલીથી લઈને ચાહકો અને સેલિબ્રિટિ દરેક તેમના નિધનથી દુ:ખી છે. ચાહકો તેમને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. 

એક્ટરના નિધનથી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ

અજિત વિજયન એક એવા પરિવારમાંથી હતા જેમના મૂળ શાસ્ત્રીય કલા સાથે જોડાયેલા હતા. તેઓ કથકલી ઉસ્તાદ કલામંડલમ કૃષ્ણન નાયર અને મોહિનીઅટ્ટમના દિગ્ગજ કલામંડલમ કલ્યાણકુટ્ટી અમ્માના પૌત્ર હતા. તેમના માતા-પિતા સ્વર્ગસ્થ સી.કે. વિજયન અને મોહિનીઅટ્ટમ ગુરુ કલા વિજયન હતા અને સ્વર્ગસ્થ અભિનેતા કલાશાલા બાબુ તેમના કાકા હતા. તેમના પરિવારમાં તેમની પત્ની ધન્યા અને પુત્રીઓ ગાયત્રી અને ગૌરી છે. અજિત વિજયનના નિધનથી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અજિત વિજયનનું નિધન રવિવારે 9 ફેબ્રુઆરીના રોજ થયું હતું.

આ પણ વાંચો: ગાઝા પણ ખરીદવા માગે છે ટ્રમ્પ, અમેરિકામાં પેલેસ્ટિનિયનને એન્ટ્રી અને અરબ દેશો માટે ઓફર

અજિત વિજયનનું એક્ટિંગ કરિયર

અજિત વિજયનને એન્થોલોજી ફિલ્મ '5 સુંદરીકાલ'માં અંબીસ્વામીની ભૂમિકા માટે ખૂબ પ્રશંસા મળી હતા. તેમનું પાત્ર 'કુલ્લંટે ભાર્યા' ફિલ્મ 'સેગમેન્ટ'માં જોવા મળ્યું હતું જેમાં દુલકર સલમાન લીડ રોલમાં હતા. તેમાં 'રીઅર વિન્ડો'માં  દુલકર સલમાને એક ફોટોગ્રાફરની ભૂમિકા ભજવી હતી જે અપંગ છે અને વ્હીલચેર પર રહે છે. 'કુલ્લંતે ભાર્યા'નું દિગ્દર્શન સ્વપ્નદ્રષ્ટા અમલ નીરદ દ્વારા કરવામાં આવ્યું હતું અને સ્ટોરી ઉન્ની આર. રેનાડિવે લખી હતી. જીનૂ બેન અને રીનૂ મેથ્યુઝે શૂટિંગ કર્યું હતું અને ગોપી સુંદરે 'કુલ્લંટે ભાર્ય' માટે સંગીત આપ્યું હતું. આ વચ્ચે અજિત વિજયને તમિલ ફિલ્મ 'બેંગ્લોર ડેઝ'માં એક જ્યોતિષીની ભૂમિકા ભજવી હતી, જે ખૂબ જ ચર્ચામાં રહી હતી.


Google NewsGoogle News