સાઉથ સિનેમાનો સુપરસ્ટાર મહેશબાબુ હિંદી ફિલ્મમાં ડેબ્યુ કરશે તેવી ચર્ચા
- અભિનેતા રાજામૌલીની ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે જોડી બનાવશે
મુંબઇ : તેલુગુ સુપરસ્ટાર મહેશ બાબૂ પોતાની અભિનય ક્ષમતાથી લોકપ્રિય છે તેમજ ચર્ચામાં રહે છે.થોડા સમય પહેલા ચર્ચા હતી કે, બોલીવૂડ ફિલ્મ નિર્માતાએ પોતાના પ્રોજેક્ટ માટે મહેશ બાબૂનો સંપર્ક કર્યો હતો,પરંતુ અભિનેતાએ તેમાં કામકરવાનો ઇન્કાર કરી દીધો હતો. હિંદી ફિલ્મોમાં કામ નહીં કરું એવું કહીને મહેશ બાબૂએ વિવાદ સર્જ્યો હતો. હવે એવી ચર્ચા છ ેકે, મહેશ બાબૂ રાજામૌલીના દિગ્દર્શનની ફિલ્મથી હિંદી ફિલ્મોમાં ડેબ્યુ કરશે.
સોશિયલ મીડિયાના પોર્ટલના અનુસાર, મહેશ બાબુ એસેસ રાજામૌલીની આગામી પેન ઇન્ડિયા પ્રોજેકટમાં જોવા મળે તેવી શક્યતા છે. આ ફિલ્મમાં મહેશ બાબૂ અને આલિયા ભટ્ટ રોમાન્સ કરતા જોવા મળશે.
થોડા સમય પહેલા સાઉથ ફિલ્મોના ક્રિટિક અને ઓવરસીઝ સેન્સર બોર્ડના મેમ્બરે પોતાના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું હતું. સાથેસાથે એ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, રાજામૌલીના પ્રોજેક્ટને કારણે જ મહેશ બાબૂની આગામી ફિલ્મ સરકારુ વારી પત્તાને હિંદીમાં રિલીઝ કરવામાં નહોતી આવી.
મહેશ બાબૂ અને આલિયા ભટ્ટના આ પ્રોજેક્ટની સ્ક્રિપ્ટ તૈયાર થઇ રહી છે. આ પછી ફિલ્મના પ્રી-વજ્યુઅલાઇઝેશન અને પ્રી-પ્રોડકશનમાં આવતા લગભગ આઠ મહિના નીકળી જશે. તેથી એવું જણાઇ રહ્યું છે કે, આ પ્રોજેક્ટ આ વરસના અંત સુધીમાં શરૂ થઇ જશે. ત્યાં સુધીમાં મહેશ બાબૂ પોતાના આગામી પ્રોજેક્ટોની શૂટિંગ પૂરી કરી લેશે.