Get The App

બેટિંગ એપ કેસમાં ફસાયા ‘બાહુબલી’ના ભલ્લાલ દેવ અને પ્રકાશ રાજ, 25 સેલિબ્રિટી સામે FIR

Updated: Mar 20th, 2025


Google News
Google News
બેટિંગ એપ કેસમાં ફસાયા ‘બાહુબલી’ના ભલ્લાલ દેવ અને પ્રકાશ રાજ, 25 સેલિબ્રિટી સામે FIR 1 - image


Telangana Police Betting App Case : બેટિંગ એપનો પ્રચાર કરવાના કેસમાં તેલંગણા પોલીસે સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 6 મોટા સુપરસ્ટાર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સહિત 25 લોકો વિરુદ્ધ કેસ નોંધાયા છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ કેસમાં ફિલ્મ ‘બાલુબલી’ના ભલ્લાલ દેવ એટલે કે રાણા દગ્ગુબાટી અને વિજય દેવરકોંડા પણ ફસાયા છે. આ તમામ લોકો વિરુદ્ધ મિયાપુર પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ છે.

પ્રકાશ રાજ સહિતના સેલિબ્રિટી સામે FIR

મીડિયા રિપોર્ટ મુજબ, બિઝનેસમેન ફણીંદ્ર શર્માએ આ તમામ સેલિબ્રિટી વિરુદ્ધ કેસ નોંધાવ્યા બાદ પોલીસે કેસ નોંધ્યો છે. જે લોકો સામે FIR નોંધાઈ છે, તેમાં સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના રાણા અને વિજય ઉપરાંત નિધિ અગ્રવાલ, પ્રકાશ રાજ, માંચૂ લક્ષ્મી અને શોભા શેટ્ટી જેવા મોટા નામ સામેલ છે.

આ પણ વાંચો : Chahal Dhanashree Divorce: ચહલ-ધનશ્રીના સંબંધનો 4 વર્ષે અંત, કોર્ટે છુટાછેડાં મંજૂર કર્યા

આ લોકો સામે પણ નોંધાઈ FIR

આ કેસમાં અમૃતા ચૌધરી, નયની પાવની, પાંડુ, નેહા પઠાણ, પદ્માવતી, ઈમરાન ખાન, હર્ષ સાઇં, બચ્ચા સન્ની યાદવ, શ્યામલા, વિષ્ણુપ્રિયા, ટેસ્ટી તેજા અને રિતુ ચૌધરીનું પણ નામ સામેલ છે. આ તમામ સિલિબ્રિટિ વિરુદ્ધ બીએનએસની કલમ 3, 3(એ), 3 અને આઈટી એક્ટની કલમ 66ડી હેઠળ કેસ નોંધાયો છે. એટલું જ નહીં કેસમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર પણ સામેલ છે. હવે જોવાનું એ રહ્યું કે, તેલંગણા પોલીસ આ કેસમાં આગળ શું કાર્યવાહી કરે છે.

Tags :