Jawan ફિલ્મમાં દીપિકાના પાત્રને વધુ મહત્વ અપાતા સાઉથ એક્ટ્રેસ નયનતારા ડાયરેક્ટર એટલીથી નારાજ હોવાની ચર્ચા

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
Jawan ફિલ્મમાં દીપિકાના પાત્રને વધુ મહત્વ અપાતા સાઉથ એક્ટ્રેસ નયનતારા ડાયરેક્ટર એટલીથી નારાજ હોવાની ચર્ચા 1 - image


                                                       Image Source: Facebook

મુંબઈ, તા. 21 સપ્ટેમ્બર 2023 ગુરૂવાર

શાહરૂખ ખાનની ફિલ્મ જવાન બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મને ચાહકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. ભારતમાં જવાન 500 કરોડથી વધુનું કલેક્શન કરી ચૂકી છે અને કમાણી વધશે તેવી શક્યતા છે. ફિલ્મે 13 દિવસમાં વર્લ્ડવાઈડ 900 કરોડનું કલેક્શન કરી લીધુ છે. જવાનમાં શાહરૂખ ખાનની સાથે નયનતારા લીડ રોલમાં નજર આવી છે પરંતુ રિપોર્ટ્સ અનુસાર તે પોતાના બોલીવુડ ડેબ્યૂથી ખુશ નથી અને હવે બોલીવુડ ફિલ્મોમાં કામ કરવાના મૂડમાં નથી.

રિપોર્ટ અનુસાર નયનતારા હવે કોઈ પણ બોલીવુડ ફિલ્મ કરવાના મૂડમાં નથી. તે જવાનના ડાયરેક્ટર એટલી કુમારથી નારાજ છે કેમ કે ફિલ્મમાં તેમનો રોલ કાપી દેવાયો છે. સાથે જ દીપિકાના પાત્રને મહત્વ અપાયુ અને નયનતારાના રોલને સાઈડલાઈન કરી દેવાયો.

દીપિકા પાદુકોણે શાહરૂખ સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. જવાનમાં તેનો કેમિયો હતો તેમ છતાં દર્શકોએ તેને ખૂબ પસંદ કર્યો છે. રિપોર્ટ અનુસાર દીપિકાનો કેમિયો નહોતો પરંતુ જવાન શાહરૂખ-દીપિકાની ફિલ્મ લાગી રહી હતી. નયનતારા સાઉથની લીડિંગ એક્ટ્રેસ છે. જવાનમાં જે રીતે તેમના રોલ સાથે ટ્રીટમેન્ટ કરવામાં આવી તેનાથી તે ખુશ નથી. આ રીતે તે બોલીવુડ પ્રોજેક્ટમાં નજર આવવાની નથી. 

નયનતારા જવાનની પ્રમોશનલ ઈવેન્ટમાં સામેલ થઈ નહોતી. એટલુ જ નહીં મુંબઈમાં જવાનની સક્સેસ બાદ રાખેલી પ્રેસ કોન્ફરન્સમાં પણ નયનતારા સામેલ થઈ નહોતી. ઈવેન્ટમાં શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, રિદ્ધિ ડોગરા, એટલી સામેલ થયા હતા. 

જોકે, ચર્ચા એ છે કે નયનતારા પોતાના ખરાબ પ્રમોશનલ અનુભવના કારણે ફિલ્મનું પ્રમોશન કરતી નથી. તે નો પ્રમોશન પોલિસીમાં વિશ્વાસ રાખે છે. તેનું માનવુ છે કે તેનું કામ એક્ટિંગ કરવાનું છે પ્રમોશનલ એક્ટિવિટીનો ભાગ બનવાનું નથી.


Google NewsGoogle News