દક્ષિણની અભિનેત્રી કિર્તી સુરેશ કરોડપતિ બિઝનેસમેન સાથે લગ્ન કરશે
- અભિનેત્રીએ મીડિયા દ્વારા કરી જાહેરાત
મુંબઇ : દક્ષિણની અભિનેત્રી કિર્તી સુરેશે કરોડપતિ બિઝનેસમેન સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહી છે.તે પોતાના કોલેજ કાળના મિત્ર એન્થની સાથે પ્રભુતામાં પગલા પાડવાની છે. અભિનેત્રીહાલમાં તિરુપતિ મંદિરમાં ગઇ હતી.
કિર્તીએ તિરુપતિ મંદરિમાં પહોંચીને મીડિયા સાથે વાતચીત કરી હતી. અભિનેત્રીએ જણાવ્યું હતું કે, આવતા મહિને લગ્ન કરી રહી છે તેમજ તેની પ્રથમ હિંદી ફિલ્મ પણ જલદી જ રિલીઝ થવાની હોવાથી તે ભગવાનના આશીર્વાદ લેવા આવી છે. તેણે એ પણ પુષ્ટિ કરી હતી કે તેના લગ્ન ગોવામાં થવાના છે.
કિર્તીએ હાલમાં જ ઇન્સ્ટાગ્રમ પોસ્ટ દ્વારા પોતાના લગ્નની હિન્ટ આપી હતી. તેણે થોડા દિવસો પહેલા પોતાના બોયફ્રેન્ડ એન્થની સાથેની એક તસવીર પણ શેર કરી હતી.
જે આ વરસની દિવાળી સાથેની હતી. તેણે લખ્યુ ંહતું કે, ૧૫ વરસથી અમે સાથે છીએ..આ પોસ્ટથી સ્પષ્ટ થઇ ગયું છે કે બન્ને વચ્ચે ૧૫ વરસ જુનો અને મજબૂત સંબંધ છે.
કિર્તી જલદી જ બેબી જોન ફિલ્મમાં જોવા મળવાની છે. જેમાં તેની સાથે વરુણ ધવન, અને વામિકા ગબ્બી મુખ્ય ભૂમિકામાં છે.આ ફિલ્મ ૨૫ ડિસેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવશે.