સલમાન ખાનની સિકંદરમાં થઇ કટપ્પાની એન્ટ્રી, આ રોલમાં મળશે જોવા

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
સલમાન ખાનની સિકંદરમાં થઇ કટપ્પાની એન્ટ્રી, આ રોલમાં મળશે જોવા 1 - image

 

Image: @NGEMovies

Sikandar: સલમાન ખાન હાલમાં તેની આગામી ફિલ્મ સિકંદરને લઈને ચર્ચામાં છે. સલમાન ખાનની આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મને લઇને હવે વધુ એક અપડેટ સામે આવી છે. અન્ય એક પ્રખ્યાત વ્યક્તિ સત્યરાજ એટલે કે 'કટપ્પા'ની ફિલ્મ સિકંદરમાં એન્ટ્રી થઇ છે. જેના કારણે આ પ્રોજેક્ટ વધુ રોમાંચક બની ગયો છે. 

સત્યરાજ અને પ્રતિક બબ્બર પણ સિકંદરનો હિસ્સો બન્યા

અભિનેતાએ તાજેતરમાં પ્રતિક બબ્બર સાથે ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. સત્યરાજે ઘણી ફિલ્મોમાં અલગ-અલગ અને ઉત્તમ ભૂમિકાઓ ભજવી છે. એક્ટરે સિકંદરમાં સલમાન ખાન અને અન્ય સ્ટાર્સ સાથે જોવા રોમાંચથી ઓછુ નહી હોય. પ્રોડક્શન હાઉસે સોશિયલ મીડિયા પર આ બાબતને લગતી એક પોસ્ટ પણ શેર કરી છે. 

નડિયાદવાલા ગ્રેંડસને વ્યક્ત કરી ખુશી

નડિયાદવાલા ગ્રેંડસને પોસ્ટ શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, 'સત્યરાજ સર, અમે તમારું સ્વાગત કરતાં ખૂબ જ ખુશ છીએ. તમને ટીમ સિકંદરમાં મેળવીને અમે સન્માનિત અનુભવીએ છીએ. આપણા પોતાના પ્રતિક બબ્બર સાથે ફરીથી કામ કરવાની ખુશી છે. અમે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ કે, દર્શકો આ સિનેમેટિક જાદુને સ્ક્રીન પર વહેલી તકે નિહાળે’

આ રોલમાં સત્યરાજ જોવા મળશે

મળતી માહિતી પ્રમાણે બાહુબલીના કટપ્પા એટલે કે સત્યરાજ વિશે એવી ચર્ચા છે કે, તે ફિલ્મ સિકંદરમાં વિલનની ભૂમિકામાં જોવા મળવાના છે. 

સિકંદર સ્ટારકાસ્ટ

સિકંદરની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો તેમાં સલમાન ખાન અને રશ્મિકા મંદન્ના લીડ રોલમાં છે. સિકંદરના નિર્માતા સાજિદ નડિયાદવાલા છે. આ એક્શન એન્ટરટેઈનર ફિલ્મ ઈદ 2025 વીકેન્ડ દરમિયાન રિલીઝ થશે. 


Google NewsGoogle News