કાંતારા સ્ટાર ઋષભ શેટ્ટીએ પાઈરેસી સામે નારાજગી વ્યક્ત કરી
નવી મુંબઇ 4 નવેમ્બર 2023, શનિવાર
ગયા વર્ષે 2022માં રિલીઝ થયેલી કન્નડ ફિલ્મ 'કાંતારા'એ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી દીધી હતી. ઓછા બજેટમાં બનેલી આ ફિલ્મની દમદાર સ્ટોરીના આધારે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી અને બ્લોકબસ્ટર સાબિત થઈ. અભિનયની સાથે રિષભ શેટ્ટીએ તેનું દિગ્દર્શન પણ કર્યું હતું. આ ફિલ્મ રિલીઝ થયા બાદ ઋષભ શેટ્ટી રાતોરાત સ્ટાર બની ગયો હતો.
'કાંતારા' સ્ટાર રિષભ શેટ્ટીએ પાયરસી સામે અવાજ ઉઠાવ્યો હતો
હવે સ્ટારે પાઈરેસી સામે નારાજગી વ્યક્ત કરી છે. રિષભ શેટ્ટીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સરકાર તરફથી એક પ્રેસ રિલીઝ શેર કરી છે. આ પ્રેસ રિલીઝ શેક કરતીં એક્ટરે કહ્યું કે, 'આપણે પાયરસી સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે. પાયરસીના કારણે આપણી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને દર વર્ષે 20,000 કરોડ રૂપિયાનું મોટું નુકસાન થઈ રહ્યું છે.
ચાહકોને અપીલ
આ સાથે તેણે તેના ચાહકોને પણ અપીલ કરી છે અને કહ્યું છે કે, તેઓ તે તમામ વેબસાઈટને બ્લોક કરે જે પાઈરેટેડ ફિલ્મો બતાવે છે. તેમનું આ ટ્વિટ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. આ નિર્ણય પર ચાહકો તેને સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છે
'કાંતારા' સુપરહિટ સાબિત થયા બાદ હવે તેની પ્રીક્વલ ફરી એકવાર દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. 'કાંતાર' માત્ર 15 કરોડ રૂપિયાના બજેટમાં બની હતી, જેણે બોક્સ ઓફિસ પર કુલ 400 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી.